Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂ. 128 કરોડના GST કૌભાંડમાં પિતા-પુત્રના 5 દિવસના રિમાન્ડ મંજૂર:જામનગરમાં બોગસ બિલિંગ, પિતા-પુત્રએ બોગસ ખરીદીઓ દર્શાવી હતી

    3 days ago

    ગુજરાત રાજ્ય GST વિભાગે જામનગરમાં રૂ. 128 કરોડના બોગસ ઇન્વોઇસિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એવા પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ કોર્ટે પૂછપરછ માટે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ચોક્કસ બાતમી અને ડેટા વિશ્લેષણના આધારે, GST વિભાગે ગુજરાતના જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગર સહિતના વિવિધ શહેરોમાં એકસાથે 22 કંપનીઓ પર સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન જામનગરની મેસર્સ મંડોવારા ટ્રેડિંગ કંપની દ્વારા આચરવામાં આવેલી મોટી કરચોરી સામે આવી હતી. વિભાગે કંપનીના માલિક સુરેશચંદ્ર મૂળચંદ્ર શાહ અને તેમના પુત્ર આયુષ સુરેશચંદ્ર શાહની ₹23.08 કરોડથી વધુની કરચોરીમાં સંડોવણી બદલ ધરપકડ કરી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પિતા-પુત્રની આ જોડીએ સરકારી તિજોરીને ચૂનો લગાવવા માટે બોગસ ખરીદીઓ દર્શાવી હતી. તેમણે પિત્તળ અને તાંબાના ભંગારની ખોટી ખરીદીઓ કાગળ પર બતાવી હતી. આ બિન-અસલ વ્યવહારો અને નકલી ઇન્વોઇસના આધારે, તેમણે સરકાર પાસેથી છેતરપિંડીપૂર્વક ₹23.08 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવી હતી. પ્રાથમિક પૂછપરછ મુજબ, મેસર્સ મંડોવારા ટ્રેડિંગ કંપનીએ અનેક બોગસ કંપનીઓ ઊભી કરીને ₹128 કરોડથી વધુના નકલી વ્યવહારો ચોપડે દર્શાવ્યા હતા. બંને આરોપીઓની સીધી સંડોવણી સાબિત થતાં, GST વિભાગે કાયદાકીય કાર્યવાહી કરી છે. તેમના વિરુદ્ધ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટો અને છેતરપિંડીપૂર્વક ઉપયોગ કરવા બદલ કલમ 132(1)(c) અને ITC પાસ કરવા માટે નકલી ઇન્વોઇસ/બિલ જારી કરવા બદલ કલમ 132(1)(b) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. GST વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ કરચોરી અને અન્ય બોગસ પેઢીઓના નામ પણ પ્રકાશમાં આવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ ગ્રામ્ય કોર્ટ બાર એસોસિએશન દ્વારા ગાંધીનગર વાળી:એક જજ દ્વારા વકીલો સાથે તોછડું વર્તન અને જુનિયર વકીલોના અપમાન મુદ્દે ચીફ જજને પત્ર, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
    Next Article
    Heavy Rainfall LIVE | અતિભારે વરસાદથી જળબંબાકાર, પૂરની ભયાનક સ્થિતિ, હાહાકાર | Floods | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment