Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું ખેડૂતોની સાથે તેઓની માંગણીઓ મુદ્દે ગાંધીનગર જવા તૈયાર છું':હકાભા ગઢવીએ કહ્યું- 'ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય તે માટે પ્રયાસ કરીશ, જો નિરાકરણ ન આવ્યું તો ઉપવાસી છાવણીમાં બેસી જઈશ'

    13 hours ago

    મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેમાં બે દિવસ પહેલા ડાયરાના મંચ પરથી હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સરકારને ખેડૂતોની માંગણીઓ સંતોષવા વિનંતી કરી હતી. જે બાદ આજે ખેડૂત આંદોલનમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ સરકાર સાથે મધ્યસ્થી કરવાની તૈયારી દર્શાવી છે. તેઓ ખેડૂતોની વળતર માટેની માંગણી સાથે ખેડૂતોની કમિટી નક્કી કરે તે ખેડૂતોને સાથે લઈને ગાંધીનગર જશે અને એક જ બેઠકમાં ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય તે માટેના પ્રયાસ કરશે. બીજી તરફ હકાભા ગઢવીએ એમ પણ જણાવ્યું છે કે, જો સરકાર એક બેઠકમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે, તો તેઓ પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે જોડાશે. મોરબીના જેતપર ગામે ખાનગી કંપનીના વીજપોલ અને વીજ વાયરના વળતર માટે છેલ્લા સાત દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. દરમિયાન આજે સાતમા દિવસે હાસ્ય કલાકાર હકાભા ગઢવી ઉપવાસી છાવણી ખાતે પહોંચ્યા હતા. હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, મે ડાયરામાં સરકારને વિનંતી કરી હતી. ત્યારે સરકાર પોઝિટિવ હોય એવું લાગે છે, કારણ કે બે-ત્રણ વાર સરકારે આવકાર આપ્યો છે. જ્યારે કોઈ આવકાર આપે ત્યારે જાવું જોઈએ. ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાતો હોય તો હું ખેડૂતોની સાથે ગાંધીનગર તેઓની માંગણીઓનું લીસ્ટ લઈને જવા માટે તૈયાર છું. કમિટી નક્કી કરે તે પાંચ ખેડૂતો તેઓની સાથે જશે. ખેડૂતોની હાજરીમાં તેઓની માંગણી માટે ચર્ચા કરવામાં આવશે અને એક જ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલાય તેના માટે તેઓ મધ્યસ્થી કરવા માટે તૈયાર છે. તેમજ હકાભા ગઢવીએ જણાવ્યું કે, જો ખેડૂતોનો પ્રશ્ન ન ઉકેલાય તો ગાંધીનગરથી પાછા આવ્યા બાદ તેઓ પણ ઉપવાસી છાવણી ખાતે ખેડૂતોની સાથે બેસી જશે. ખેડૂતોના પ્રશ્નોને લઈને અત્યાર સુધીમાં સરકાર તરફથી પણ બે થી ત્રણ વખત મંત્રણા કરવા માટે થઈને આમંત્રણ આપવામાં આવ્યું છે પરંતુ ખેડૂતોએ જે માંગણી લખીને આપી છે તે ઉકેલવા માટેની હજુ સુધી તેઓને લેખિત ખાતરી આપવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસને વધુ વેગ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 3.28 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી, સાપુતારા સહિત અનેક ધાર્મિક સ્થળોએ વધશે સુવિધાઓ
    Next Article
    "8 વર્ષ... હિન્દૂ હી આગે સહર્ષ":આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલી અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment