Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના યાત્રાધામો અને પ્રવાસન સ્થળોના વિકાસને વધુ વેગ:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 3.28 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી, સાપુતારા સહિત અનેક ધાર્મિક સ્થળોએ વધશે સુવિધાઓ

    12 hours ago

    રાજ્યમાં પ્રવાસન અને યાત્રાધામોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ આધુનિક સુવિધાઓ ઊભી કરવા માટે 3.28 કરોડથી વધુના વિકાસ કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો તેમજ ગુજરાતને વૈશ્વિક પ્રવાસન નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાનો છે. આ અંતર્ગત વલસાડ જિલ્લાના કોસંબા સ્થિત અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિરમાં વિવિધ સુવિધાઓના વિકાસ માટે ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિરમાં સોલાર રૂફટોપ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી પ્રવાસન ક્ષેત્રે મહત્વ ધરાવતા ડાંગ જિલ્લાના સાપુતારામાં સનરાઇઝ અને સનસેટ પોઇન્ટ સુધી પહોંચતા માર્ગોના વિકાસ માટે પણ પૈસા ફાળવવામાં આવ્યા છે, જેના કારણે પ્રવાસીઓને વધુ સુલભ અને સુરક્ષિત સુવિધા મળશે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે સોલાર રૂફટોપ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના ભોંયણી ખાતે આવેલા ઐતિહાસિક મલ્લીનાથજી મહારાજ જૈન તીર્થમાં યાત્રિકોની સુવિધાઓ વધારવા માટે પણ ખર્ચ મંજૂર કરાયો છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને નવી ગતિ મળશે વડોદરા જિલ્લાના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં મુખ્ય જીર્ણોદ્ધાર, બોરવેલ, કોટા સ્ટોન ફ્લોરિંગ, સુશોભન દરવાજા અને ઇલેક્ટ્રિફિકેશન સહિતના વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. જ્યારે સુરતના અડાજણ સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સિવિલ અને સોલાર આધારિત વિકાસ કામો માટે પણ મંજૂરી આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીઓને તમામ પ્રોજેક્ટ સમયમર્યાદામાં અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ કરવા સૂચના આપી છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને નવી ગતિ મળશે તેમજ યાત્રાધામોમાં આવતા લાખો શ્રદ્ધાળુઓને વધુ સુવિધાસભર વાતાવરણ ઉપલબ્ધ થશે.
    Click here to Read More
    Previous Article
    ક્લાસ-1 અને 2ની ભરતીમાં હવે અનુભવની જરૂર નહીં:કોઈ પણ સ્નાતકને તક, વહીવટી અધિકારીની રિક્રુટમેન્ટમાં મોટા ફેરફારની તૈયારી; GPSCની સંયુક્ત પરીક્ષાનો પણ પ્રસ્તાવ
    Next Article
    'હું ખેડૂતોની સાથે તેઓની માંગણીઓ મુદ્દે ગાંધીનગર જવા તૈયાર છું':હકાભા ગઢવીએ કહ્યું- 'ખેડૂતોનો પ્રશ્ન ઉકેલાય તે માટે પ્રયાસ કરીશ, જો નિરાકરણ ન આવ્યું તો ઉપવાસી છાવણીમાં બેસી જઈશ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment