Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી:નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

    1 day ago

    રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 અંતર્ગત પાટણની વી.કે. ભુલા હાઈસ્કૂલ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક બાળકને શિક્ષણનો અધિકાર મળે અને કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, દરેક બાળકને શિક્ષણ સાથે જોડવું એ સમાજની સામૂહિક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે તેઓ પોતે પણ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે સેવા આપી ચૂક્યા હોવાથી શિક્ષણક્ષેત્ર સાથે તેમનો વિશેષ લગાવ રહ્યો છે. પટેલે શિક્ષકો, વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિક આગેવાનોને અપીલ કરી હતી કે, શાળાથી વંચિત અથવા પ્રવેશ ન મેળવનાર દરેક બાળક સુધી પહોંચી તેને શિક્ષણ સાથે જોડવાના પ્રયાસો કરવા જોઈએ. તેમના મતે, આ સંયુક્ત પ્રયાસોથી જ શિક્ષણનો વ્યાપ વધુ મજબૂત બની શકે છે. તેમણે ભૂતકાળના આંકડા ટાંકતા જણાવ્યું કે, એક સમયે શાળામાં પ્રવેશ મેળવનારા દર 100 બાળકોમાંથી 37 બાળકો અભ્યાસ અધવચ્ચે છોડી દેતા હતા. રાજ્ય સરકારના સતત પ્રયાસોના પરિણામે આજે આ આંકડો ઘટીને માત્ર 1 ટકા સુધી પહોંચી ગયો છે. તેમ છતાં, કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેમજ ધોરણ-9 સહિતના ઉચ્ચતર અભ્યાસમાં પ્રવેશના અભાવે ડ્રોપઆઉટ ન બને તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, એક જવાબદાર નાગરિક, શિક્ષક, સમાજના આગેવાન અને વિદ્યાર્થી તરીકે સૌની ફરજ બને છે કે જો કોઈ બાળક અભ્યાસથી દૂર રહેતું હોય તો તેની માહિતી શાળાના શિક્ષકો સુધી પહોંચાડવી અને તેને ફરીથી શિક્ષણની મુખ્ય ધારામાં જોડવા પ્રયત્ન કરવો. બાળકોના વ્યક્તિત્વ નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવતાં પટેલે કહ્યું હતું કે, બાળકમાં શિસ્ત, સંસ્કાર, કલ્પનાશક્તિ અને સકારાત્મક મૂલ્યોનું સિંચન કરવામાં આવે તો તે ભવિષ્યમાં સારા નાગરિક તરીકે વિકસે છે. આજના વિદ્યાર્થીઓ જ આવતીકાલના સમાજના ઘડવૈયા છે, તેથી શિક્ષણ સાથે સંસ્કાર અને શિસ્તનું ઘડતર પણ એટલું જ જરૂરી છે. કાર્યક્રમ દરમિયાન નવપ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણના મહત્વ અંગે વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ શિક્ષણના વ્યાપને વધુ મજબૂત બનાવવા અને દરેક બાળકને શિક્ષણ સાથે જોડવાના સંકલ્પ સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બાલિકા પંચાયતની દીકરીઓએ કલેક્ટર સમક્ષ રજૂ કરી સિદ્ધિઓ:બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુરમાં કાર્યક્રમ યોજાયો
    Next Article
    ઝાંપોદર, મેમકા, સિદ્ધાર્થમાં પ્રવેશોત્સવ યોજાયો:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ બાળકોને પ્રવેશ અપાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment