Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાંપોદર, મેમકા, સિદ્ધાર્થમાં પ્રવેશોત્સવ યોજાયો:નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ બાળકોને પ્રવેશ અપાવ્યો

    1 day ago

    આજરોજ ઝાંપોદર, મેમકા પ્રાથમિક શાળા અને સિદ્ધાર્થ કેળવણી મંડળ ખાતે 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ શાળામાં પ્રવેશપાત્ર બાળકોને હોંશે-હોંશે પ્રવેશ અપાવ્યો હતો. તેમણે બાળકોને શૈક્ષણિક કિટ અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 100% નામાંકન સુનિશ્ચિત કરવાનો અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે ગ્રામજનોને જાગૃત કરવાનો હતો. આ પ્રસંગે સંબોધન કરતા જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'શાળા પ્રવેશોત્સવ'ના આ મહાયજ્ઞની શરૂઆત કરાવી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ પ્રાથમિક શાળાઓમાં 100% નામાંકન થાય અને રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ ભગીરથ કાર્ય માટે જ દર વર્ષે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ખુદ ગામડાંઓની શાળાઓમાં જઈને બાળકોને પ્રવેશ અપાવે છે. કોઈપણ સમાજની પ્રગતિ શિક્ષણને આધીન છે. બાળક એ રાષ્ટ્રનું ભવિષ્ય છે, જેથી તેનું યોગ્ય ઘડતર કરવું એ સૌની સામૂહિક જવાબદારી છે. સરકારી શાળાઓના બદલાયેલા ચિત્ર વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અગાઉ સરકારી શાળાઓની સ્થિતિ નબળી હતી, પરંતુ આજે રાજ્યની સરકારી શાળાઓ ખરા અર્થમાં આધુનિક બની છે. આજે શાળાઓમાં કમ્પ્યુટર, સ્માર્ટ ક્લાસ, પ્રયોગશાળા, લાયબ્રેરી અને ગણવેશ સહિતની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. બાળકોના સ્વાસ્થ્ય માટે મધ્યાહન ભોજન યોજના હેઠળ પોષણક્ષમ આહાર પણ પૂરો પાડવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારી શાળામાં માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ બાળકોને ઉત્તમ સંસ્કાર આપી તેમનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેમણે ઉપસ્થિત ગ્રામજનોને અપીલ કરી હતી કે, ગામનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખીએ. આ સાથે જ તેમણે ગામમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરી ગામને હરિયાળું બનાવવા અને એક આદર્શ ગામનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ સ્વાસ્થ્ય અને પર્યાવરણના જતન વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. ત્યારબાદ શાળામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે પર્યાવરણ જતનનો સંદેશ આપતા ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી. રથવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી:નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન
    Next Article
    CPનું જાહેરનામું, 71 રસ્તા પ્રતિબંધિત રહેશે:મહોરમની ઉજવણીને લઈને 26 જૂને સરસિયા તળાવ સહિત મુખ્ય માર્ગો પર નો-પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment