Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાલિકા પંચાયતની દીકરીઓએ કલેક્ટર સમક્ષ રજૂ કરી સિદ્ધિઓ:બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુરમાં કાર્યક્રમ યોજાયો

    1 day ago

    બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે બાલિકા પંચાયત કાર્યક્રમ યોજાયો હતો. સંવેદના ટ્રસ્ટ, અમીરગઢ, યુનિસેફ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે બાલિકા પંચાયતની દીકરીઓ સાથે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન બાલિકા પંચાયતની દીકરીઓએ જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાના ગામમાં કરેલી કામગીરી, પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ અને સામનો કરેલા પડકારો અંગે વિગતો રજૂ કરી હતી. કલેક્ટરે દીકરીઓની કામગીરીને બિરદાવીને તેમને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવા પ્રેરિત કર્યા હતા. શ્રેષ્ઠ કામગીરી કરનાર બાલિકા પંચાયતની દીકરીઓને સંવેદના ટ્રસ્ટ દ્વારા પ્રોત્સાહન પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. ડીસા તાલુકાના આસેડા ગામની બાલિકા પંચાયતની સરપંચે જણાવ્યું હતું કે, શરૂઆતમાં બાલિકા પંચાયત વિશે ખાસ જાણકારી ન હોવા છતાં વિવિધ બેઠકો અને તાલીમ દ્વારા તેમને પંચાયતની કાર્યપદ્ધતિ અને સામાજિક જવાબદારીઓની સમજ મળી. કલેક્ટર સમક્ષ પોતાની કામગીરી રજૂ કરવાની તક મળતા તેમણે ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે, બાલિકા પંચાયતનો મુખ્ય હેતુ દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો, બાળલગ્નો અટકાવવાનો તથા સ્વચ્છતા અને આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો છે. ગામમાં કેટલીક દીકરીઓ ઘરકામના કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દેતી હોવાનું ધ્યાનમાં આવતા તેમણે વાલીઓને સમજાવી દીકરીઓને ફરીથી શાળામાં જોડાવા પ્રેરિત કરી હતી, જેના પરિણામે ગામની બે દીકરીઓએ ફરી શિક્ષણ શરૂ કર્યું છે. આ ઉપરાંત, આર્થિક મુશ્કેલીઓને કારણે બોર્ડની પરીક્ષાની તૈયારી ન કરી શકતી દીકરીઓને પોતાના ઘરે નિઃશુલ્ક માર્ગદર્શન અને ટ્યુશન આપીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. કિશોરીઓમાં આરોગ્ય અને પોષણ અંગે જાગૃતિ લાવવા તેમજ આરોગ્ય વિભાગના સહયોગથી BMI, વજન અને હિમોગ્લોબિન ચકાસણી જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે. દાંતા તાલુકાના મડેરણ ગામની બાલિકા પંચાયતની સભ્ય સમીહાબાનુ લેબડિયાએ પણ બાલિકા પંચાયત દ્વારા વૃદ્ધ પેન્શન, વિધવા સહાય અને પાલક માતા-પિતા યોજના જેવી સરકારી યોજનાઓના લાભો જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવા માટે કરવામાં આવેલા પ્રયાસોની માહિતી આપી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત તમામ દીકરીઓને યોજના-લોગો ધરાવતી ટી-શર્ટ, કેપ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંવેદના ટ્રસ્ટના પ્રમુખ શિલ્પાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાલનપુર પ્રાંત અધિકારી, જિલ્લા મહિલા અને બાળ અધિકારી, યુનિસેફના ચાઇલ્ડ પ્રોટેક્શન સ્પેશિયાલિસ્ટ, સંવેદના ટ્રસ્ટના પ્રમુખ શિલ્પાબેન તેમજ જિલ્લાના વિવિધ ગામોની 60 બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ દાહોદના ભગીની સમાજની મુલાકાત લીધી:મહિલા સશક્તિકરણની કામગીરીની સરાહના કરી
    Next Article
    પાટણમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી:નવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ કરાવ્યો, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment