Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીએ દાહોદના ભગીની સમાજની મુલાકાત લીધી:મહિલા સશક્તિકરણની કામગીરીની સરાહના કરી

    1 day ago

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ શહેરના પ્રતિષ્ઠિત ભગીની સમાજની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સંસ્થાના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું અને મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. મુખ્યમંત્રીએ સંચાલકો સાથે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અને સુવિધાઓ અંગે મહત્વની ચર્ચા કરી. મુખ્યમંત્રીએ સંસ્થામાં અથાણાં અને નાસ્તો બનાવતા યુનિટ, બહેનો તથા બાળકો માટેનું પુસ્તકાલય, સગર્ભા મહિલાઓને માર્ગદર્શન આપતા તપોવન સંશોધન કેન્દ્ર અને ઉત્પાદનોના વેચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે દરેક વિભાગની કાર્યપદ્ધતિનું જીણવટભર્યું નિરીક્ષણ કરી કામગીરીની પ્રશંસા કરી. સંસ્થાના સંચાલક હેમાબેન અને તેમની ટીમે મુખ્યમંત્રીને મહિલા સશક્તિકરણ અને આર્થિક સ્વાવલંબન માટે કરવામાં આવતી કામગીરીથી માહિતગાર કર્યા હતા. ગિરધરલાલ શેઠ દ્વારા આદિવાસી બહુલ જિલ્લામાં મહિલાઓ પગભર બને તેવા ઉમદા આશયથી સ્થાપિત આ સંસ્થા વર્ષોથી ગ્રામીણ વિસ્તારોની બહેનોને રોજગારી પૂરી પાડી રહી છે. મુલાકાતના અંતે, મુખ્યમંત્રીએ સંસ્થાના સંચાલકો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દાહોદના સર્વાંગી વિકાસ માટે ડિસ્ટ્રિક્ટ બેંક, દાહોદ ડેરી, વર્કિંગ વિમેન હોસ્ટેલ, નારી સંરક્ષણ ગૃહ અને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટર જેવી સુવિધાઓની જરૂરિયાત અંગે રજૂઆતો કરવામાં આવી. તપોવન કેન્દ્રના ગર્ભ સંસ્કાર પ્રોજેક્ટના વ્યાપીકરણ અંગે પણ ચર્ચા થઈ. મુખ્યમંત્રીએ ગિરધરલાલ શેઠ દ્વારા સ્થાપિત અન્ય સંસ્થાઓના હોદ્દેદારો સાથે પણ સંવાદ કર્યો. જેમાં 1936માં સ્થપાયેલી દાહોદ અર્બન બેંકના ચેરમેન, 1949માં સ્થપાયેલી દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ટ્રસ્ટી અને 1995માં સ્થપાયેલી આરોગ્ય મંડળ અને સંશોધન કેન્દ્ર (અર્બન હોસ્પિટલ)ના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં દાહોદના વિકાસને વધુ વેગ આપવા અંગે સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદના દ્રષ્ટિ નેત્રાલયની મુલાકાત લીધી:આયુષ્માન ભારત લાભાર્થીઓ સાથે સંવાદ કરી આરોગ્ય સેવાઓની ચર્ચા કરી
    Next Article
    બાલિકા પંચાયતની દીકરીઓએ કલેક્ટર સમક્ષ રજૂ કરી સિદ્ધિઓ:બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુરમાં કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment