Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં ટ્રાફિક ઝુંબેશ, નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી:નંબર પ્લેટ વિનાના વાહનો ડિટેઇન, લાયસન્સ વગરના ચાલકોને દંડ

    1 day ago

    દ્વારકા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અને જાહેર સલામતી જાળવવાના હેતુથી, દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસે તા. 24/06/2026 ના રોજ વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. આ અભિયાન અંતર્ગત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી. આ તપાસ ઝુંબેશ દરમિયાન નંબર પ્લેટ વિનાના વાહનો ચલાવતા, લાયસન્સ વગરના ચાલકો તેમજ અન્ય ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આવા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરીને કેટલાક વાહનોને સ્થળ પર જ ડિટેઇન કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, નિયમોનું પાલન ન કરનારા વાહનચાલકો માટે આ સ્પષ્ટ સંદેશ છે કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે આગામી સમયમાં પણ આવી તપાસ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનોના જરૂરી દસ્તાવેજો સાથે રાખે, ટ્રાફિક નિયમોનું પાલન કરે અને સુરક્ષિત ડ્રાઇવિંગ અપનાવે. આનાથી અકસ્માતો ટાળી શકાશે અને શહેરમાં સલામત વાતાવરણ જાળવી શકાશે.
    Click here to Read More
    Previous Article
    હત્યાના આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું:સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડી પડાશે, ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન, આજીની સફાઈ માટે ઉતર્યા કોંગ્રેસના કોર્પોરેટર
    Next Article
    શામળાજી પોલીસે ગુમ થયેલો મોબાઈલ શોધી કાઢ્યો:CEIR પોર્ટલની મદદથી અરજદારને પરત સોંપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment