Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરના યુગાન્ડા રોડ પર ચાલુ બાઇકમાં આગ:ફાયરબ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો, બાઈક બળીને ખાખ, ચાલકનો બચાવ

    19 hours ago

    પોરબંદરના યુગાન્ડા રોડ પર આજે એક ચાલુ બાઇકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નજીક બનેલી આ ઘટનામાં જોતજોતામાં આખું બાઇક બળીને ખાખ થઈ ગયું હતું, જોકે સદનસીબે બાઇક ચાલકનો આબાદ બચાવ થયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, બાઇક ચાલક યુગાન્ડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના વાહનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને થોડી જ ક્ષણોમાં બાઇક સંપૂર્ણપણે આગની લપેટમાં આવી ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ સ્પાર્ક થવા કે કોઈ ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોઈ શકે છે. બાઇક ચાલકે સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેમનો જીવ બચી ગયો હતો. ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યા બાદ સ્થાનિકો અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    પોલીસવડા અને AMC કમિશનરની વિઝીટ:એસ.જી. હાઇ-વે પર પેલેડિયમ મોલ પાસે ડિવાઈડર કટ બંધ થવાથી ટ્રાફિકની સમસ્યા હળવી, 108ના રિસ્પોન્સ ટાઈમમાં પણ ઘટાડો
    Next Article
    રાબોડ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026 ઉજવાયો:કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment