Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસવડા અને AMC કમિશનરની વિઝીટ:એસ.જી. હાઇ-વે પર પેલેડિયમ મોલ પાસે ડિવાઈડર કટ બંધ થવાથી ટ્રાફિકની સમસ્યા હળવી, 108ના રિસ્પોન્સ ટાઈમમાં પણ ઘટાડો

    17 hours ago

    અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે એસ.જી.હાઇ-વે પર ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પેલેડિયમ મોલ પાસે ડિવાઇડર કટ બંધ કરીને નવા યુ ટર્ન શરૂ કરવામાં આવ્યા છે, જેને લઈને ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે. રાજ્ય પોલીસવડા અને અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા પેલેડિયમ મોલ પાસે વિઝીટ કરીને ટ્રાફિકની સમસ્યા અંગે નિરીક્ષણ કર્યું હતું. પેલેડિયમ મોલ પાસે જે સર્વિસ રોડ તરફથી આવતા ડિવાઈડર કટ કામચલાઉ બંધ કરવામાં આવ્યા છે તેને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. જેનાથી વધારે ટ્રાફિક હળવો થઈ શકશે. ડિવાઈડર કટ બંધ કર્યા હોવાના કારણે 108 એમ્બ્યુલન્સના પણ રિસ્પોન્સ ટાઈમમાં ઘટાડો જોવા મળ્યો છે અને સોશિયલ મીડિયામાં પણ ઘણો એવો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વચ્ચેના ડિવાઇડર કટ બંધ કરવાથી ટ્રાફિકની સમસ્યા દૂર થઈ રાજ્ય પોલીસ વડા જી. એસ. મલિકે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમ સાથે એસ.જી. હાઇ-વે પર પેલેડિયમ મોલ અને કારગીલ પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા અંગે સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વચ્ચેના ડિવાઇડર કટ બંધ કરી અને 100 મીટર દૂર વળાંક આપવામાં આવ્યો છે, તેનાથી ટ્રાફિકની સમસ્યા દૂર થઈ છે. ટ્રાફિકજામની સ્થિતિ જોવા મળતી નથી. કારગિલ પેટ્રોલ પંપ પર પણ સ્થળ વિઝિટ કરી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા અંગે કોર્પોરેશન સાથે મળીને કામગીરી કરવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર સાથે પોલીસ કમિશનરે પણ સ્થળ પર વિઝીટ કરી એસ.જી. હાઇ-વે પર ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે પેલેડિયમ મોલ ખાતે ચાર રસ્તા પર વચ્ચેના ડિવાઈડર કટ બંધ કરી બંને તરફ 100 મીટર વળાંક આપવામાં આવ્યા છે જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે ત્યારે મ્યુનિસિપલ કમિશનર સાથે પોલીસ કમિશનરે પણ ટ્રાફિક ડીસીપી અને કોર્પોરેશનના ટ્રાફિક વિભાગ સાથે સ્થળ પર વિઝીટ કરી હતી. જેમાં ટ્રાફિકના વળાંક માટે જ્યાં પણ જરૂરિયાત હોય તો રોડ થોડો પહોળો કરવા માટે થઈને પણ વિચારણા કરવામાં આવી શકે છે. એસજી હાઇવે પર સર્વિસ રોડ તરફ પેલેડિયમ મોલ બાજુથી બે જેટલા ડિવાઇડર કટ બંધ કરવામાં આવ્યા છે તે હાલ કામ ચલાવી રીતે બંધ કરવામાં આવ્યા છે તેને સંપૂર્ણપણે પણ બંધ કરવામાં આવશે જેથી ટ્રાફિકની સમસ્યા વધારે હળવી થઈ શકશે. કારગિલ પેટ્રોલ પંપ ઉપર પણ વિઝિટ કરીને ટ્રાફિકની સમસ્યા હળવી કરી શકાય તેના માટે કેવી રીતે ડિવાઈડર કટ બનાવવા તેના માટે પણ કમિશનર સાથે વિઝીટ કરી અને નિર્ણય લેવામાં આવશે. તબક્કા વાર અલગ અલગ જગ્યાના ડિવાઈડર કટ આપણે બંધ કરી રહ્યા છીએ અને તેનાથી ટ્રાફિકની સમસ્યા ખૂબ હળવી થઈ છે
    Click here to Read More
    Previous Article
    45 હજારથી વધુ ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓએ શાળામાં ભર્યું પ્રથમ પગલું:સંત કવરરામ પ્રાથમિક શાળા ખાતે ભાવનગરના મેયરના હસ્તે બાળકોને પ્રવેશ
    Next Article
    પોરબંદરના યુગાન્ડા રોડ પર ચાલુ બાઇકમાં આગ:ફાયરબ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો, બાઈક બળીને ખાખ, ચાલકનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment