Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    45 હજારથી વધુ ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓએ શાળામાં ભર્યું પ્રથમ પગલું:સંત કવરરામ પ્રાથમિક શાળા ખાતે ભાવનગરના મેયરના હસ્તે બાળકોને પ્રવેશ

    16 घंटे पहले

    રાજ્ય સરકાર દ્વારા ‘પ્રગતિનો પ્રવેશોત્સવ’ની થીમ સાથે તા.23 થી 25 જૂન દરમિયાન આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આજે ભાવનગર જિલ્લામાં 24મા શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. જેના બીજા દિવસે શહેરના સરદારનગર ખાતે સંત કવરરામ પ્રાથમિક શાળા ખાતે ભાવનગરના મેયર ઉષાબેન તલરેજાના હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. “પ્રગતિનો પ્રવેશોત્સવ”-2026-‘27 આજરોજ સરદારનગર ખાતે આવેલ સંત કવરરામ પ્રાથમિક શાળામાં મેયરના અધ્યક્ષ સ્થાને ઉષાબેન તલરેજા તથા પ્રભારી મહાવીરભાઈ ડાંગર તેમજ વોર્ડ પ્રમુખ, મહામંત્રી તેમજ બંને શાળાના SMC સભ્યો અને બહોળી સંખ્યામાં વાલીઓની હાજરીમાં ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કન્યાઓને નિયમિત શાળા એ મોકલવા જણાવેલ.મેયર દ્વારા કન્યા કેળવણીનું મહત્વ સમજાવેલ. ત્યારબાદ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કુલ 15,233 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો જિલ્લામાં બાલવાટિકામાં ભાવનગર તાલુકામાં 1841, ગારીયાધારમાં 823, ઘોઘામાં 1209, જેસરમાં 783, મહુવામાં 3686, પાલીતાણામાં 2190, શિહોરમાં 2250, તળાજામાં 3416, ઉમરાળામાં 664 અને વલ્લભીપુરમાં 726 સહિત કુલ 17,588 ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો હતો, તે જ રીતે ધોરણ-1માં ભાવનગર તાલુકામાં 45, ગારીયાધારમાં 56, ઘોઘામાં 23, જેસરમાં 34, મહુવામાં 198, પાલીતાણામાં 54, શિહોરમાં 88, તળાજામાં 109, ઉમરાળામાં 54 અને વલ્લભીપુરમાં 24 સહિત કુલ 685 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો, ધોરણ-9 માં ભાવનગર તાલુકામાં 1383, ગારીયાધારમાં 1021 ઘોઘામાં 627, જેસરમાં 565, મહુવામાં 2167, પાલીતાણામાં 2528, શિહોરમાં 2583, તળાજામાં 2588, ઉમરાળામાં 784 અને વલ્લભીપુરમાં 678 સહિત કુલ 15,233 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. ધોરણ-11 માં ભાવનગર તાલુકામાં 961, ગારીયાધારમાં 408, ઘોઘામાં 258, જેસરમાં 258, મહુવામાં 917, પાલીતાણામાં 1364, શિહોરમાં 1363, તળાજામાં 1513, ઉમરાળામાં 362 અને વલ્લભીપુરમાં 270 સહિત કુલ 7,674 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. 45 હજારથી વધુ ભૂલકાઓ શિક્ષણ સાથે જોડાયા હતા આંગણવાડી ઘટકમાં ઉમરાળા-134, ગારીયાધાર-222, ઘોઘા-323, જેસર-180, તળાજા-1 માં 418, તળાજા-2માં 364, પાલીતાણા-1માં 296, પાલીતાણા-2માં 231, ભાવનગર ગ્રામ્યમાં 406, મહુવા-2માં 332, મહુવા-1માં 492, મહુવા-3માં 392, વલ્લભીપુરમાં 157 અને શિહોરમાં 520 સહિત કુલ 4467 ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો હતો. આમ, શાળા પ્રવેશોત્સવના જિલ્લાભરમાં શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને 45 હજારથી વધુ ભૂલકાઓ-વિદ્યાર્થીઓ શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ:બાળકોને શાળામાં પ્રવેશ અપાયો, શૈક્ષણિક કીટનું વિતરણ
    Next Article
    પોલીસવડા અને AMC કમિશનરની વિઝીટ:એસ.જી. હાઇ-વે પર પેલેડિયમ મોલ પાસે ડિવાઈડર કટ બંધ થવાથી ટ્રાફિકની સમસ્યા હળવી, 108ના રિસ્પોન્સ ટાઈમમાં પણ ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment