Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘દર્દીઓના જીવ સાથે ચેડાં કરનારને નહીં છોડીએ’:ચાંગોદર પ્લાઝ્મા કૌભાંડ મામલે આરોગ્ય મંત્રીનો કડક સંદેશ, દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે

    1 day ago

    અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં બહાર આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને લઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગ અને તપાસ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. કૌભાંડમાં સંડોવાયેલા તમામ લોકોની ભૂમિકા તપાસવામાં આવી રહી હોવાનું જણાવતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે દર્દીઓની સુરક્ષા અને આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સરકાર આ મામલે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહી છે પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે, બ્લડ પ્લાઝ્મા જેવી જીવનરક્ષક સામગ્રીમાં ભેળસેળ કરવી માત્ર ગેરકાયદેસર જ નહીં પરંતુ માનવતાવિરોધી કૃત્ય પણ છે. આવી પ્રવૃત્તિઓ આરોગ્ય વ્યવસ્થા પ્રત્યે લોકોના વિશ્વાસને નુકસાન પહોંચાડે છે, તેથી સરકાર આ મામલે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યભરની બ્લડ બેન્કો, પ્લાઝ્મા કલેક્શન સેન્ટરો અને સંબંધિત આરોગ્ય એકમોની કામગીરી પર વધુ કડક નજર રાખવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે મોનિટરિંગ અને નિયંત્રણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવશે. દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનારને છોડવામાં નહીં આવે આ દરમિયાન આરોગ્ય મંત્રીએ ચાંગોદર પ્લાઝ્મા કૌભાંડનો પર્દાફાશ કરનાર અમદાવાદ SOG પોલીસ અને તપાસમાં જોડાયેલા અધિકારીઓની કામગીરીને બિરદાવી હતી અને તેમની પ્રશંસા કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર કૌભાંડના તથ્યો બહાર આવશે અને જવાબદાર તમામ લોકો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. મંત્રી પાનસેરિયાએ કહ્યું હતું કે, “દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈને છોડવામાં નહીં આવે. પારદર્શક અને નિષ્પક્ષ તપાસ દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”
    Click here to Read More
    Previous Article
    કાપોદ્રાની મહાત્મા ઇન્ડસ્ટ્રીઝમાં બની ગંભીર ઘટના:કામ કરતી વખતે કરંટ લાગતા બે કર્મચારી ગંભીર, બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
    Next Article
    જામનગરમાં આરોગ્ય મંત્રીએ 175 બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો:પ્રફુલ પાનશેરીયાએ કહ્યું, કન્યા કેળવણી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment