Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાપોદ્રાની મહાત્મા ઇન્ડસ્ટ્રીઝમાં બની ગંભીર ઘટના:કામ કરતી વખતે કરંટ લાગતા બે કર્મચારી ગંભીર, બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

    1 day ago

    સુરતમાં શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક કારખાનામાં કામ દરમિયાન બે કર્મચારીઓને અચાનક કરંટ લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. કરંટનો ઝટકો એટલો પ્રચંડ હતો કે, કારખાનાની અંદર આવેલી લાદી પણ ઉખડી ગઈ હતી. બંને કર્મચારીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે આ બનાવ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે. કારખાનામાં કામ કરતા કર્મચારીઓ એકાએક વીજકરંટની ઝપેટમાં આવી ગયા કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ 25 વર્ષીય વિશાલ દિનેશ ચુડાસમા (રહે-વ્રજ વિહાર, વ્રજ ચોક ) અને 20 વર્ષીય પવન શૈલેષ રાઠવા (રહે-ભરવાડ ફળિયું, કાપોદ્રા ) આજે સવારે મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે કારખાનામાં નિયમિત કામગીરી કરી રહ્યા હતા ત્યારે અચાનક વીજપ્રવાહની ચપેટમાં આવી ગયા હતા. કરંટનો ઝટકો એટલો પ્રચંડ હતો કે કારખાનાની અંદર આવેલી લાદી પણ ઉખડી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બંને ઈજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા ઘટનાને પગલે કારખાનામાં કામ કરતા અન્ય કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ઈમરજન્સી સેવાઓને જાણ કરવામાં આવી હતી. બંને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.વધુમાં પોલીસે સૂત્રોએ જણાવ્યું હતું કે બન્ને કર્મચારીઓ કામ કરતા હતા ત્યારે લોંખડનો પાઈપ હાઈટેનશન વીજ લઈને અડી જતા બન્ને કરન્ટ લાગ્યો હતો. આ ઘટનાની જાણ થતાં DGVCLની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વીજ પુરવઠા સંબંધિત તમામ પાસાઓની તપાસ શરૂ કરી હતી. કરંટ કયા કારણોસર લાગ્યો, વીજ વ્યવસ્થામાં કોઈ ખામી હતી કે અન્ય કોઈ કારણ જવાબદાર હતું તે અંગે વીજ કંપનીના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જયારે બનાવ અંગે કાપોદ્રા પોલીસે પણ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો:સંત તુકારામ અને શાંતા શેળકે શાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
    Next Article
    ‘દર્દીઓના જીવ સાથે ચેડાં કરનારને નહીં છોડીએ’:ચાંગોદર પ્લાઝ્મા કૌભાંડ મામલે આરોગ્ય મંત્રીનો કડક સંદેશ, દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment