Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો:સંત તુકારામ અને શાંતા શેળકે શાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

    1 day ago

    આજરોજ સંત તુકારામ મહારાજ પ્રાથમિક શાળા ક્રમાંક 138 અને શાંતા શેળકે કન્યાશાળા ક્રમાંક 135 ના સંયુક્ત ઉપક્રમે 'પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોર્પોરેટર ડોક્ટર રવિન્દ્ર પાટિલ, અમિત સિંહ રાજપુત, વર્ષાબેન બલદાણીયા, અલકાબેન સહિતના મહાનુભવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહોત્સવ દરમિયાન, શાળામાં પ્રવેશ મેળવનારા બાલવાટિકાના નાના ભૂલકાઓનું કુમકુમ પગલાં પાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત અને 'આનંદાચી શાળા' અભિનય ગીત રજૂ કર્યું હતું. કોર્પોરેટર ડોક્ટર રવિન્દ્ર પાટિલે ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારી પ્રાથમિક શાળાઓમાં મળતી સુવિધાઓ તેમજ ગુજરાત સરકાર દ્વારા આયોજિત થતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે, મહેમાનોના હસ્તે NMMS, જ્ઞાન સાધના અને CET પરીક્ષામાં મેરિટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓને સ્કૂલબેગ, સ્ટેશનરી કીટ, બૂટ-મોજાં અને ગણવેશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    CMRIT બેંગ્લોરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ:પાટણ યુનિ.ના કુલપતિ પોરીયાના હસ્તે ઉદ્દઘાટન, એનર્જી-એન્વાયરમેન્ટ પર સંશોધનો રજૂ થયા
    Next Article
    કાપોદ્રાની મહાત્મા ઇન્ડસ્ટ્રીઝમાં બની ગંભીર ઘટના:કામ કરતી વખતે કરંટ લાગતા બે કર્મચારી ગંભીર, બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment