Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CMRIT બેંગ્લોરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ:પાટણ યુનિ.ના કુલપતિ પોરીયાના હસ્તે ઉદ્દઘાટન, એનર્જી-એન્વાયરમેન્ટ પર સંશોધનો રજૂ થયા

    23 hours ago

    બેંગ્લોર સ્થિત CMR ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (CMRIT) દ્વારા 'ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન કાર્બન અને સસ્ટેનેબલ મટીરીયલ્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. એનર્જી અને એન્વાયરમેન્ટના મુખ્ય વિષય પર આધારિત આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્દઘાટન પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોરભાઈ પોરીયાના હસ્તે થયું હતું. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટેના આધુનિક સંશોધનો વિશે ચર્ચા કરી હતી. કોન્ફરન્સનું ઉદ્દઘાટન CMR સંસ્થાના પેટ્રોન સંજયકુમાર અને કન્વીનર પ્રોફેસર વી. રામદાસની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન સત્ર બાદ ટેકનિકલ સેશનમાં નેશનલ એરોસ્પેસ લેબોરેટરીના ચીફ સાયન્ટિસ્ટ ડો. અરુણાએ તેમની સંસ્થા દ્વારા વિકસાવવામાં આવેલા વિવિધ મટીરીયલ્સની પ્રોપર્ટી અને પરફોર્મન્સ વિશે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી. ત્યારબાદ સેન્ટર ફોર નેનો અને સોફ્ટ મેટર સાયન્સના વૈજ્ઞાનિક ડો. પ્રલય સાનતરાએ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણ માટેના વિવિધ પ્રકલ્પો તેમજ સંસ્થામાં ચાલી રહેલા વૈજ્ઞાનિક સંશોધનો પર પ્રકાશ ફેંક્યો હતો. કોન્ફરન્સના આગળના ચરણમાં ટેકનિકલ સેશન દરમિયાન કુલપતિ પ્રોફેસર કિશોરભાઈ પોરીયાએ પોતાના વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત કરવામાં આવેલા બલ્ક સિંગલ ક્રિસ્ટલ અને બિસ્મથ ટ્રાઈ સલ્ફાઈડ (Bi₂S₃) નેનોક્રિસ્ટલ અંગે મહત્વનું પ્રસ્તુતિકરણ કર્યું હતું. તેમણે ફોટો વોલ્ટેઇક ડિટેક્ટરો, લાંબુ જીવનકાળ ધરાવતી LED, ઉચ્ચ શક્તિ ધરાવતા લેસર અને ઓક્સાઈડ સુપર કન્ડક્ટરમાં આ ક્રિસ્ટલની વ્યાપક ઉપયોગીતા વર્ણવી હતી. આ ઉપરાંત, તેમણે આ નેનો ક્રિસ્ટલના વિકાસની પ્રક્રિયા અને નેનો ફોટો કેટેલાઈટીક તેમજ ફોટો કેટેલાઈટીક ડિગ્રેડેશન પ્રક્રિયા દ્વારા ગંદા પાણીમાં રહેલી મેલેસાઈટ ગ્રીન અને અન્ય ફૂગને દૂર કરી ગટરના ગંદા પાણીનું શુદ્ધિકરણ કરવાની પદ્ધતિ સમજાવી હતી. આ ટેકનોલોજી દ્વારા વેસ્ટ વોટરને ફરીથી ઔદ્યોગિક ઉત્પાદન માટે કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય તે અંગેની સચોટ રજૂઆત કરવામાં આવી હતી. પ્રસ્તુતિકરણના અંતે તેમણે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા પૂછાયેલા વિવિધ પ્રશ્નોના ઝીણવટભર્યા જવાબો આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સમાપન બાદ પ્રોફેસર પોરીયાના હસ્તે સહભાગી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતની શાળા ક્રમાંક 165 અને 163 માં પ્રવેશોત્સવ ઉજવાયો:કોર્પોરેટર દિગ્વિજયસિંહ બારડની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો
    Next Article
    પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો:સંત તુકારામ અને શાંતા શેળકે શાળામાં વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment