Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં આરોગ્ય મંત્રીએ 175 બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો:પ્રફુલ પાનશેરીયાએ કહ્યું, કન્યા કેળવણી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે મહત્વપૂર્ણ

    1 day ago

    રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં જામનગર તાલુકાની વિવિધ 8 શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દડિયા પ્રાથમિક શાળા, એચ.એમ. નંદા માધ્યમિક શાળા અને નાધુના પ્રાથમિક શાળા ખાતે યોજાયા હતા, જેમાં કુલ 175 બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ એ દરેક બાળકના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની શરૂઆત છે. ગુજરાત સરકાર શિક્ષણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે અને રાજ્યના દરેક બાળકને ગુણવત્તાયુક્ત તથા આધુનિક શિક્ષણ મળે તે માટે સતત પ્રયાસો કરી રહી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અભિયાન દ્વારા શિક્ષણનો વ્યાપ વધ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, કન્યા કેળવણી મહોત્સવે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપીને તેમને આત્મનિર્ભર, સશક્ત અને સ્વાવલંબી બનાવવાના અભિયાનને નવી દિશા આપી છે. આજે દીકરીઓ શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત, આરોગ્ય, વહીવટ અને ઉદ્યોગ સહિતના તમામ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો પરિચય આપી રહી છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, શાળાના દ્વારે પ્રવેશ કરતું દરેક બાળક આવતીકાલના વિકસિત ભારત અને આત્મનિર્ભર ગુજરાતનું ભવિષ્ય છે. શિક્ષણ એક એવી શક્તિ છે જે સામાન્ય પરિવારમાં જન્મેલા બાળકને પણ અસાધારણ સફળતાના શિખરો સુધી પહોંચાડી શકે છે. શાળા પ્રવેશોત્સવ માત્ર બાળકોને શાળામાં દાખલ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણને સમાજના દરેક ઘર સુધી પહોંચાડવાનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નાખ્યો હતો. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની સરકાર તેને સફળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન મોદીએ જનભાગીદારી આધારિત અભિયાનનો પ્રારંભ કરીને શિક્ષણને પ્રાથમિકતા આપી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં આ અભિયાન વધુ વ્યાપક અને અસરકારક બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણની ગુણવત્તામાં વધારો, શાળાકીય સુવિધાઓનું આધુનિકીકરણ, ડિજિટલ શિક્ષણ અને વિદ્યાર્થીઓને અનુકૂળ વાતાવરણ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અનેક સુધારાઓ આવ્યા છે. મંત્રીની અધ્યક્ષતામાં દડિયા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા, દડિયા પ્રાથમિક શાળા અને ગણેશનગર પ્રાથમિક શાળાના કુલ 63 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. એચ.એમ. નંદા માધ્યમિક શાળા ખાતે ધોરણ 9માં 52 વિદ્યાર્થીઓ, આંગણવાડીના 6, બાલવાટિકાના 10 અને નારણપુર તાલુકા શાળાના 6 વિદ્યાર્થીઓ સહિત કુલ 74 બાળકોને આવકારવામાં આવ્યા હતા. નાઘુના પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નાઘુના પ્રાથમિક શાળા, નવા નાઘુના પ્રાથમિક શાળા અને નવસર્જન ઉત્તર બુનિયાદી વિદ્યાલય નાઘુના, આંગણવાડી અને બાલવાટિકાના એમ કુલ 38 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘દર્દીઓના જીવ સાથે ચેડાં કરનારને નહીં છોડીએ’:ચાંગોદર પ્લાઝ્મા કૌભાંડ મામલે આરોગ્ય મંત્રીનો કડક સંદેશ, દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે
    Next Article
    વિસલપુર શાળા પ્રવેશોત્સવ યોજાયો:DDO વિદેહ ખરેની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment