Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ પેપર લીક સામે 'છાત્ર-ગુંજ' યોજશે:શિક્ષણ કૌભાંડો અને લૂંટ સામે વિદ્યાર્થીઓનો અવાજ બુલંદ કરાશે

    19 hours ago

    કોંગ્રેસે ગુજરાતમાં 'છાત્ર-ગુંજ' કાર્યક્રમની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપેલા કૌભાંડો, પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થતી આર્થિક લૂંટ સામે યુવાનોના અવાજને બુલંદ કરવા માટે યોજાશે. દેશભરમાં શિક્ષણ એક પ્રકારની લૂંટનું માધ્યમ બની ગયું છે, જેનો ભોગ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ બની રહ્યા છે. દેશમાં 22 લાખ NEETની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો કુલ ખર્ચ આશરે રૂ. 1.32 લાખ કરોડ થાય છે, જે દેશના કુલ શિક્ષણ બજેટ (રૂ. 1.40 લાખ કરોડ)ની નજીક છે. NEET, JEE, UPSC, SSC સહિતની પરીક્ષાઓની તૈયારી પાછળ પરિવારોનો ખર્ચ શિક્ષણ બજેટ કરતાં ત્રણ ગણો વધારે છે. પેપર લીક અને પરીક્ષા કૌભાંડો લાખો વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર કરે છે, જેનાથી માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવોમાં વધારો થયો છે. તાજેતરમાં યોજાયેલી NEET પરીક્ષામાં પણ પેપર લીકના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. દેશભરમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. અગાઉ પણ NEET પરીક્ષા અનેક વખત વિવાદોમાં આવી ચૂકી છે. વારંવાર પેપર લીક થવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓનો સમગ્ર પરીક્ષા પદ્ધતિ પરથી વિશ્વાસ ડગમગી જાય છે. મોદી સરકારના છેલ્લા દસ વર્ષ દરમિયાન અંદાજે 89 જેટલા પેપર લીકના બનાવો સામે આવ્યા છે અને 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. NEET ઉપરાંત CBSE, SSC, NDA, વ્યાપમ સહિતની અનેક પરીક્ષાઓમાં પણ કૌભાંડો અને ગેરરીતિઓના આક્ષેપો થયા છે. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી. ગુજરાતમાં પણ બિનસચિવાલય ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ સહિતની અનેક ભરતી પરીક્ષાઓના પેપરો લીક થયા હતા. આ પરીક્ષાઓ રદ થતાં લાખો યુવાનોને રસ્તા પર ઉતરીને સંઘર્ષ કરવો પડ્યો હતો. તેમ છતાં, પરીક્ષા સંચાલન માટે જવાબદાર અધિકારીઓ અને તંત્ર સામે દાખલારૂપ કડક કાર્યવાહી જોવા મળી નથી. NEET પેપર લીક મામલે સમગ્ર દેશના વિદ્યાર્થીઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસનો 'છાત્ર-ગુંજ' કાર્યક્રમ આ માંગને વધુ બુલંદ બનાવશે.
    Click here to Read More
    Previous Article
    દાદા સાહેબ ફાળકે શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ:સુરતના ડેપ્યુટી મેયરની ઉપસ્થિતિમાં બાળકોને કીટ અપાઈ, સન્માન કરાયું
    Next Article
    જૂનાગઢ કોલેજની 20 વિદ્યાર્થિનીઓએ ITIમાં સમર ટ્રેનિંગ લીધી:વ્યવસાયલક્ષી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment