Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ કોલેજની 20 વિદ્યાર્થિનીઓએ ITIમાં સમર ટ્રેનિંગ લીધી:વ્યવસાયલક્ષી શિક્ષણ અને કૌશલ્ય વિકાસ પર ભાર

    20 hours ago

    જૂનાગઢની ડો. સુભાષ મહિલા આર્ટ્સ, કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલેજની 20 વિદ્યાર્થિનીઓએ મહિલા આઈ.ટી.આઈ., જૂનાગઢ ખાતે સમર ટ્રેનિંગ વિઝિટ લીધી હતી. આ શૈક્ષણિક મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં કૌશલ્ય વિકાસ અને વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કોલેજના પ્રાધ્યાપક પ્રા. ચેતનાબેન ચુડાસમા અને પ્રા. ડો. નયના ગજ્જર પણ વિદ્યાર્થીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. મહિલા આઈ.ટી.આઈ. ખાતે ઇન્સ્ટ્રક્ટર શ્વેતાબેન કુકડીયા અને અંજના ટાંક દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ટ્રેડ, આધુનિક સાધનો, તાલીમની પ્રક્રિયા, રોજગાર અને સ્વરોજગારની તકો તેમજ કૌશલ્ય વિકાસ સંબંધિત વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમણે વ્યવસાયલક્ષી શિક્ષણના મહત્વ વિશે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આઈ.ટી.આઈ.ના આચાર્ય ડો. બલરામ ચાવડાએ જણાવ્યું હતું કે, આ પ્રકારના બે સંસ્થાઓ વચ્ચેના જોડાણથી વિદ્યાર્થીઓ કામગીરીથી અવગત થઈ શકે છે અને એકબીજા પાસેથી ઘણું શીખી શકે છે. તેમણે આવા આદાન-પ્રદાન સતત થતા રહેવા પર ભાર મૂક્યો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ વિભાગોની મુલાકાત લઈ પ્રાયોગિક કાર્યપદ્ધતિને નજીકથી નિહાળી હતી. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી સાબિત થઈ હતી. મહિલા આઈ.ટી.આઈ.ના ઇન્સ્ટ્રક્ટરો દ્વારા આપવામાં આવેલ આત્મીય માર્ગદર્શન અને માહિતીસભર રજૂઆત બદલ વિદ્યાર્થીઓ તથા કોલેજ પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્થાના ટ્રસ્ટી જવાહરભાઈ ચાવડા તથા મીતાબેન ચાવડાએ આ પ્રકારની સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓ કરવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ પેપર લીક સામે 'છાત્ર-ગુંજ' યોજશે:શિક્ષણ કૌભાંડો અને લૂંટ સામે વિદ્યાર્થીઓનો અવાજ બુલંદ કરાશે
    Next Article
    સુરતની શાળા ક્રમાંક 165 અને 163 માં પ્રવેશોત્સવ ઉજવાયો:કોર્પોરેટર દિગ્વિજયસિંહ બારડની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment