Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુજાડ ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો:કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

    12 hours ago

    અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુજાડ ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આજરોજ કુજાડ પ્રાથમિક શાળા નં. 2 ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગાંધીનગરના અધિકારી જાનવીબેન પંડ્યા (US) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા શરૂ કરાયેલ 'શાળા પ્રવેશોત્સવ' અભિયાનને આગળ વધારતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યભરમાં ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા અને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રસંગે કુજાડ પ્રાથમિક શાળા નં. 1 અને 2, કુજાડ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ આંગણવાડીના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા પંચાયત કુજાડ સીટના સદસ્ય સુરેશભાઈ પટેલ, ગામના સરપંચ રમેશભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ દિનેશભાઈ વાઘેલા, દસક્રોઈ તાલુકા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.કે. પટેલ સહિત ગામના આગેવાનો, SMC સભ્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    જ્વલનશીલ પ્રવાહીના જથ્થા સાથે સુરતના શખસની ધરપકડ:ઉમરાળામાં ગેરેજના કમ્પાઉન્ડમાંથી ગેરકાયદે જ્વલનશીલ પ્રવાહી અને ડિસ્પેન્સર યુનિટ જપ્ત, 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો
    Next Article
    છઠિયારડા શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો:સચિવ અંકિતાબેન મોદીની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment