Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરાના સીમલા કબાડી માર્કેટમાં વહેલી સવારે લાગી આગ:વર્કશોપમાં 10 વાહનો બળીને રાખ, લાખોનું નુકસાન

    10 hours ago

    ગોધરાના અમદાવાદ હાઈવે પર આવેલા સીમલા કબાડી માર્કેટ વિસ્તારમાં વહેલી સવારે આગ લાગી હતી. ભારત પેટ્રોલ પંપ પાસેના એક ખાનગી વર્કશોપમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આ આગ એટલી મોટી હતી કે વર્કશોપમાં રિપેરિંગ માટે આવેલી મોંઘી કારો સહિત લગભગ 10 વાહનો થોડી જ વારમાં આગની લપેટમાં આવી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. તેમણે પાણીનો સતત છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું હતું. જોકે, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાય તે પહેલા જ મોટાભાગના વાહનો બળીને રાખ થઈ ગયા હતા. આ કારણે વાહન માલિકો અને વર્કશોપ સંચાલકને ઘણું આર્થિક નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળ્યું નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત વિધાનસભાનું 3 દિવસીય ચોમાસુ સત્ર શરૂ:મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો સહિતના મુદ્દે સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના ધરણાં, ચૈતર વસાવા વિધાનસભા પહોંચ્યા
    Next Article
    પોળો જંગલમાં ભારે વાહનો અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો:કલેક્ટરે પ્રદૂષણમુક્ત ઇકો ટુરિઝમ માટે જાહેરનામું બહાર પાડ્યું, 2026 સુધી અમલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment