Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંગળવારનું રાશિફળ:નવા વર્ષનો પહેલો દિવસ મેષ, કર્ક અને મકર રાશિના જાતકો માટે 'મંગળ', મિથુન રાશિના લોકોનું ટેન્શન હળવું થશે

    9 hours ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 10 નવેમ્બર 2026, મંગળવારના રોજ કારતક સુદ એકમ (બેસતું વર્ષ, વિક્રમ સંવત 2083ની શરૂઆત) છે. આ દિવસની ચંદ્ર રાશિ કન્યા છે. રાહુકાળ સવારે 09:32થી 10:59 સુધી રહેશે.. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે. એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ: ઘરમાં કોઈ માંગલિક કાર્ય સંબંધી યોજનાઓ બનશે અથવા કોઈ માંગલિક પ્રસંગમાં જવાનું આમંત્રણ મળશે. અત્યંત વ્યસ્ત દિનચર્યા છતાં થોડો સમય ઘર-પરિવાર સાથે ઓનલાઈન શોપિંગ અને મોજ-મસ્તીમાં પણ પસાર થશે. વડીલોના સ્નેહ અને આશીર્વાદ પણ ઘર-પરિવાર પર બનેલા રહેશે. નેગેટિવ: જો ઘરમાં બાંધકામ ચાલી રહ્યું હોય તો ક્ષમતા કરતાં વધુ પૈસા ન વાપરો, નહિતર લોન લેવા જેવી સ્થિતિ બની શકે છે. અહંકાર અને ગુસ્સાના કારણે ઘરનો માહોલ બગડી શકે છે. તેથી પોતાના વ્યવહારમાં ધીરજ અને સંયમ બનાવી રાખવો જરૂરી છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપે. વ્યવસાય: કારોબારી દ્રષ્ટિએ સમયમાં સાનુકૂળતા આવી રહી છે. વ્યવસાયમાં કોઈ અટકેલું કામ શરૂ થવાથી આવકની સ્થિતિ વધશે અને આર્થિક પરેશાનીઓ પણ દૂર થઈ જશે. પરંતુ કોઈ નવા કામની યોજના બનાવવી અત્યારે યોગ્ય નથી. નોકરીયાત લોકો પોતાના કાર્યોને ખૂબ સારી રીતે અંજામ આપશે. લવ: પરસ્પર સામંજસ્યના અભાવે ઘરની વ્યવસ્થાને લઈને થોડી બોલાચાલી થઈ શકે છે. પરંતુ જરાક સમજદારી વાતાવરણને ફરીથી સામાન્ય કરી દેશે. સ્વાસ્થ્ય: તણાવ અને થાકના લીધે માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા વધી શકે છે. વધુ ભીડભાડ અને પ્રદૂષણમાં જવાથી બચો. લકી કલર: લીલો લકી નંબર: 5 પોઝિટિવ: કેટલીક જૂની ગેરસમજો દૂર થશે તથા પરસ્પર સંબંધોમાં પણ મધુરતા આવશે. આ સમય સખત મહેનત કરવાનો છે અને સફળતા પણ નિશ્ચિત છે. બાળકોની સમસ્યાઓને સાંભળવી અને તેમનો ઉકેલ કાઢવો તેમના મનોબળને વધુ વધારશે. નેગેટિવ: ફાયનાન્સ સંબંધી કાર્યોમાં ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. સાથે જ કોઈ અજાણી વ્યક્તિ સાથે લેવડ-દેવડ ન કરો, છેતરપિંડી અને ધોખાનો ભોગ બની શકો છો. કોઈ કામ પર બહુ વધારે વિચાર કરવાથી સમય હાથમાંથી નીકળી શકે છે. તેથી કોઈ પણ કામને ટાળવાનો પ્રયાસ ન કરો. વ્યવસાય: વ્યાવસાયિક વ્યવસ્થા વધુ બહેતર બનશે. કર્મચારીઓથી સંકળાયેલી કોઈ સમસ્યા ઉકેલાઈ શકે છે. પરંતુ કાર્યસ્થળ પર તમામ કામ પોતાની દેખરેખ હેઠળ જ કરાવો. ઓફિસના કાર્યોને લઈને કેટલીક પરેશાનીઓ આવશે, પરંતુ અત્યારે કોઈ ઉકેલ પણ નથી. લવ: પારિવારિક પ્રવૃત્તિઓ તમારા યોગદાન અને સમર્પણથી વ્યવસ્થિત બનેલી રહેશે. પ્રેમ સંબંધો પ્રત્યે ઈમાનદાર રહો. સ્વાસ્થ્ય: પાચન સંબંધી તકલીફ થઈ શકે છે, જેનું કારણ માત્ર ભારે ખાનપાન જ છે. હળવો અને સુપાચ્ય ખોરાક લો. લકી કલર: સફેદ લકી નંબર: 2 પોઝિટિવ: નકામી પ્રવૃત્તિઓમાં સમય વેડફવાને બદલે તમારા અંગત તથા પારિવારિક કાર્યો પર ધ્યાન આપો. કારણ કે આજે લેવાયેલો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય તમારા ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે. લાંબા સમયથી ચાલી આવતી કોઈ ચિંતા અને તણાવમાંથી રાહત મળશે. નેગેટિવ: સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરો. અમલ કરતા પહેલાં યોગ્ય માહિતી મેળવો. તમારી કાર્યશૈલી અને યોજનાઓને વ્યવસ્થિત રૂપે પૂરી કરવાનો પ્રયાસ કરો. ઉતાવળના ચક્કરમાં તમે કેટલાક કામ અડધા-અધૂરા પણ છોડી શકો છો. વ્યવસાય: વ્યવસાયમાં ખૂબ વધારે મહેનતની સ્થિતિ રહેશે. આ સમયે બહારના કામ અને યાત્રાને મુલતવી રાખવી જ યોગ્ય રહેશે. સરકારી પ્રવૃત્તિઓમાંથી તમને ઉત્તમ નફો થવાની સંભાવના છે. સાથે જ કોઈ રાજકીય વ્યક્તિનો પણ સહયોગ મળશે. લવ: પારિવારિક સભ્યો સાથે યોગ્ય તાલમેલ બનાવી રાખો. લગ્નેતર સંબંધો તમારા પારિવારિક જીવનમાં પરેશાનીઓ લાવી શકે છે, તેથી આનાથી દૂર રહો. સ્વાસ્થ્ય: બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સંબંધી પરેશાનીઓમાંથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યા અને ખાવાપીવાનું વ્યવસ્થિત રાખો તથા નિયમિત તપાસ ચોક્કસ કરાવો. લકી કલર: ઓરેન્જ લકી નંબર: 6 પોઝિટિવ: જો લોન અથવા પ્રોપર્ટી સાથે સંકળાયેલી કોઈ સમસ્યા ચાલી રહી હોય, તો આજે તેનો ઉકેલ શક્ય છે. કોઈ નજીકની વ્યક્તિ સાથે ચાલી રહેલી ગેરસમજો પણ પરસ્પર સામંજસ્યથી દૂર થઈ જશે અને સંબંધો ફરીથી મધુર બનશે. કોઈ પણ ફેંસલો તમારા પક્ષમાં જ આવશે. નેગેટિવ: કોઈ પણ સ્થિતિમાં પોતાના સ્વભાવ તથા વિચારોને શાંત અને સકારાત્મક બનાવી રાખો. કારણ કે ગુસ્સાથી પરિસ્થિતિઓ બગડી જાય છે. અતિશય કાર્યભારના લીધે પોતાના કામને અન્ય સભ્યો સાથે વહેંચી લો, નહિતર મહત્વપૂર્ણ કામ અડધા-અધૂરા રહી શકે છે. વ્યવસાય: વ્યવસાય સંબંધી કાર્યોમાં કેટલીક પરેશાનીઓ આવી શકે છે. આ સમયે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન લેવું જરૂરી છે. શેર બજાર તથા તેજી-મંદી સાથે સંકળાયેલા લોકો સાવચેતી રાખે. વિસ્તરણ સંબંધી કોઈ યોજના પર રોકાણ કરવું લાભદાયી રહેશે. લવ: પતિ-પત્ની વચ્ચે ઉત્તમ સામંજસ્ય રહેશે જેનાથી પારિવારિક વાતાવરણ સુખદ તથા શિસ્તબદ્ધ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા બનેલી રહેશે. સ્વાસ્થ્ય: કબજિયાત તથા ગેસના લીધે પેટમાં દુખાવા જેવી ફરિયાદ અનુભવાશે. હળવો અને સુપાચ્ય ખોરાક જ ગ્રહણ કરો. લકી કલર: સફેદ લકી નંબર: 2 પોઝિટિવ: આ સમયે શારીરિક અને માનસિક સુકૂન મેળવવા માટે થોડો સમય એકાંત અથવા આધ્યાત્મમાં ચોક્કસ લગાવો. જો પ્રોપર્ટી અથવા વાહનની ખરીદ-વેચાણ સંબંધી કોઈ યોજના બની રહી હોય તો તેના પર ગંભીરતાથી વિચાર કરો. સંબંધીઓ સાથે મેળઝોળ પણ રહેશે. નેગેટિવ: જો કોઈ વિશેષ નિર્ણય લેવા જઈ રહ્યા હોવ, તો પહેલાં એક વાર પુનઃ વિચાર કરી લો અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિની સલાહ ચોક્કસ લો. સાથે જ પોતાની બહુમૂલ્ય વસ્તુઓની સંભાળ સારી રીતે કરો. બાળકો પર વધુ પડતું શિસ્ત લાદવું પણ યોગ્ય નથી. વ્યવસાય: વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓનો ઉકેલ ન મળવાથી ટેન્શન રહી શકે છે. જો કોઈની સાથે ભાગીદારી કરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારી આ ભાગીદારી ખૂબ જ ઉત્તમ રહેશે તથા બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે. ગેરકાયદેસર કાર્યોથી દૂર રહો, નહિતર નુકસાન થઈ શકે છે. લવ: જીવનસાથી તથા પરિવારજનોનો સહયોગ તમારા મુશ્કેલ સમયમાં તમારો આત્મવિશ્વાસ જાળવી રાખશે. જેનાથી તમે ફરીથી પૂરી ઊર્જા સાથે તમારા કાર્યોમાં ધ્યાન એકાગ્ર કરી શકશો. સ્વાસ્થ્ય: વધુ તણાવ અને ચિંતા હાવી ન થવા દો. શરીરનો દુખાવો તથા નબળાઈ અનુભવાઈ શકે છે. બદલાતા હવામાનથી પોતાનો બચાવ કરો. લકી કલર: લાલ લકી નંબર: 9 પોઝિટિવ: આજે તમારો મોટા ભાગનો સમય બહારની પ્રવૃત્તિઓમાં પસાર થશે. કોઈ યાત્રાનો પ્રોગ્રામ પણ બની શકે છે. તમે પૂરી ઊર્જા સાથે તમારા કાર્યોને પૂરા કરશો અને સફળ પણ થશો. બાળકો પણ પોતાના અભ્યાસ પ્રત્યે પૂરી રીતે એકાગ્રચિત્ત રહેશે. નેગેટિવ: મહેનત મુજબ યોગ્ય પરિણામ ન મળવા પર તણાવ હાવી ન થવા દો, પરંતુ યોગ્ય સમયની રાહ જુઓ. કોઈના પર શંકા કરવી તમારા માટે જ નુકસાનદાયી રહી શકે છે. કોઈ પણ પ્રતિક્રિયા આપતી વખતે સ્થિતિના નકારાત્મક અને સકારાત્મક પાસાઓ પર વિચાર ચોક્કસ કરો. વ્યવસાય: પ્રભાવશાળી તથા રાજકીય સંપર્ક સૂત્રોનો ઉપયોગ કરવો તમારા વ્યવસાય માટે લાભદાયી રહેશે. મહત્વપૂર્ણ કરાર પ્રાપ્ત થશે. તથા સરકારી કર્મચારીઓ માટે પણ ટ્રાન્સફર અને પ્રગતિના ઉત્તમ યોગ બની રહ્યા છે. લવ: ઘરમાં કોઈ નવા નાનકડા બાળકની કિલકારી સંબંધી શુભ માહિતી મળવાથી ઘરમાં ખુશહાલ વાતાવરણ છવાઈ જશે. પતિ-પત્ની એકબીજા પ્રત્યે સન્માનની ભાવના રાખે. સ્વાસ્થ્ય: જોખમી કાર્યોથી દૂર રહો. પડવા કે ઈજા થવા જેવી સ્થિતિ બની રહી છે. બહેતર રહેશે કે આજે વાહનનો ઉપયોગ ન કરો. લકી કલર: કેસરી લકી નંબર: 5 પોઝિટિવ: ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી કોઈ મોટી દ્વિધા ઉકેલાઈ જશે. માનસિક સુકૂન રહેશે. વિદ્યાર્થીઓ તથા યુવાનોને કોઈ સ્પર્ધામાં સફળતા મળવાની ઉત્તમ સંભાવના છે. કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ પણ બની શકે છે. નેગેટિવ: જો કોઈ પ્રોપર્ટી ખરીદ-વેચાણ સંબંધી કાર્યવાહી ચાલી રહી હોય, તો વધુ નફો મળવાની આશા નથી. નજીકના સંબંધો સાથે ચાલી રહેલા મનદુઃખ દૂર કરવાનો અનુકૂળ સમય છે. બીજાના મામલામાં માગ્યા વગર સલાહ ન આપો, કોઈ મુસીબત અચાનક ઊભી થઈ શકે છે. વ્યવસાય: તમારા વ્યાવસાયિક સંપર્ક સૂત્રોને વધુ મજબૂત કરો. પરંતુ લેવડ-દેવડના મામલાઓમાં સાવચેતી રાખો તથા સાથે જ કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખો. નોકરીમાં મનપસંદ પ્રોજેક્ટ મળવાથી ખુશી અનુભવાશે. લવ: ઘરની વ્યવસ્થા યોગ્ય બનેલી રહેશે. પ્રેમ પ્રસંગોની સાથે-સાથે પોતાના વ્યવસાય અને અંગત જીવન પર પણ ધ્યાન આપો. સ્વાસ્થ્ય: નસોમાં ખેંચાણ તથા દુખાવાથી પરેશાન રહેશો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રહો નહિતર સમસ્યા વધી શકે છે. લકી કલર: વાદળી લકી નંબર: 7 પોઝિટિવ: સુખદ સમય છે. કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં અચાનક જ તમને કોઈ અનુભવી વ્યક્તિની મદદ મળશે, જેનાથી તમે તમારી મોટા ભાગની સમસ્યાઓમાંથી રાહત અનુભવશો. પોલિસી વગેરેમાં રોકાણ કરવા માટે મિત્ર દ્વારા સારી સલાહ મળશે. નેગેટિવ: કોઈ ખાસ વસ્તુ ચોરી થવાની કે ખોવાઈ જવાની આશંકા છે. તેથી તમારી વસ્તુઓને પોતે જ ખૂબ વધારે સાચવીને રાખો. બીજાના પ્રભાવમાં આવીને તમે કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો. બહેતર રહેશે કે તમારી યોજનાઓને જ પ્રાથમિકતા આપો. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં લાભદાયી કરાર મળવાના યોગ બની રહ્યા છે. પોતાના સ્ટાફ અને સહયોગીઓની સલાહ પર પણ ચોક્કસ ધ્યાન આપો, જેનાથી તમને ઉત્તમ માર્ગદર્શન પ્રાપ્ત થશે. પરંતુ તમારી કાર્યપ્રણાલીને ગોપનીય બનાવી રાખવી પણ જરૂરી છે. લવ: પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે તથા વડીલોનું માન-સન્માન જળવાઈ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ પારિવારિક મંજૂરી મળી શકે છે. સ્વાસ્થ્ય: આ સમયે પાચન પ્રણાલી થોડી નબળી રહેશે. લિવરને આરામ આપવા માટે ખૂબ જ હળવો ખોરાક લો. લકી કલર: લીલો લકી નંબર: 8 પોઝિટિવ: ઘર તથા વ્યવસાય બંને જગ્યાએ તમારું યોગ્ય યોગદાન રહેશે. તમારો સંતુલિત વ્યવહાર તમને શુભ-અશુભ દરેક પરિસ્થિતિમાં સામંજસ્ય બનાવી રાખવામાં મદદ કરશે. કોઈ નજીકના મિત્ર સાથે પણ ગંભીર વિષય પર વાર્તાલાપ થશે અને સકારાત્મક પરિણામો પણ નીકળશે. નેગેટિવ: જૂની વિતેલી વાતોને વર્તમાન પર હાવી ન થવા દો કારણ કે આ કારણે મન થોડું વિચલિત રહી શકે છે. વાહન અથવા કોઈ મોંઘા સાધનની ખરાબીથી મોટો ખર્ચ સામે આવશે. જોકે ક્યાંક ઉધાર આપેલા કે અટકેલા પૈસાનો કંઈક હિસ્સો પાછો મળવાથી સમસ્યા ઉકેલાઈ પણ જશે. વ્યવસાય: કાર્યક્ષેત્રમાં કર્મચારીઓ સાથે કોઈ વાતને લઈને પરસ્પર મતભેદ થઈ શકે છે. આને ઉકેલવામાં કોઈ વરિષ્ઠ વ્યક્તિની મધ્યસ્થતા સફળ રહેશે. કમિશન તથા વીમા સંબંધી કાર્યોમાં કોઈ વિશેષ સિદ્ધિ મળશે. નોકરીમાં પ્રમોશનના મહત્વપૂર્ણ યોગ બની રહ્યા છે. લવ: પતિ-પત્ની પરસ્પર સામંજસ્યથી ઘરમાં યોગ્ય વ્યવસ્થા બનાવી રાખે, આનાથી પરસ્પર સંબંધોમાં મધુરતા બનેલી રહેશે. પ્રેમ સંબંધો પણ ભાવનાત્મક રહેશે. સ્વાસ્થ્ય: ખોટા ખાવાપીવાના લીધે એલર્જી અથવા પેટ ખરાબ થવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. બેદરકારી ન કરો નહિતર મુશ્કેલી વધશે. લકી કલર: ગુલાબી લકી નંબર: 6 પોઝિટિવ: તમારું કોઈ પણ કામ યોજનાબદ્ધ રીતે કરવું અને પોઝિટિવ વિચાર રાખવો તમને ઉત્તમ નિર્ણય લેવામાં સહાયતા કરશે. જો ઘરની આંતરિક વ્યવસ્થામાં સુધારા સંબંધી કોઈ યોજના બની રહી હોય, તો વાસ્તુ સંમત નિયમોનો ચોક્કસ ઉપયોગ કરો. નેગેટિવ: કોઈ પણ મીટિંગ વગેરેમાં વાતચીત કરતી વખતે રૂપરેખા ચોક્કસ બનાવી લો. કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ ન કરો તથા નકારાત્મક પ્રવૃત્તિઓ અને નકારાત્મક લોકોથી દૂરી બનાવી રાખો. આજે કોઈ પણ પ્રકારનું જોખમ લેવું તમને મુશ્કેલીમાં મુકી શકે છે. વ્યવસાય: વ્યવસાયમાં કોઈ મોટી ડીલ અથવા ઓર્ડર મળવાની સંભાવના છે. પરંતુ એ પણ ધ્યાન રાખો કે વધુ વિચાર-વિમર્શ કરવાથી પરિસ્થિતિઓ હાથમાંથી નીકળી પણ શકે છે. વ્યાવસાયિક કાર્યોમાં સહયોગીઓ અને જીવનસાથીના નિર્ણયને પ્રાથમિકતા આપો, આનાથી તમને નિર્ણય લેવામાં સહાયતા મળશે. લવ: ઘરમાં સુખ-શાંતિ રહેશે તથા મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધો મધુર રહેશે. લવ પાર્ટનર સાથે મુલાકાત થવાથી મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનના લીધે સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી નાની-મોટી પરેશાનીઓ રહેશે. શિસ્તબદ્ધ દિનચર્યા રાખવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેશે. લકી કલર: વાદળી લકી નંબર: 7 પોઝિટિવ: અચાનક જ ઘરમાં કોઈ નજીકના સંબંધીના આગમનથી ખુશહાલ માહોલ રહેશે. સકારાત્મક પરસ્પર વાતચીત પણ થશે. વિદ્યાર્થીઓની શિક્ષણ સંબંધી કોઈ અડચણ દૂર થવાથી તેમને રાહત અનુભવાશે. તમારું વિવેક અને ચતુરાઈથી કામ લેવું તમારી પ્રગતિમાં સહાયક થશે. નેગેટિવ: ક્યારેક કેટલીક જૂની નકારાત્મક વાતો હાવી થવાથી તમારા મનોબળમાં કમી આવી જાય છે. પોતાના સ્વભાવને પોઝિટિવ બનાવી રાખો તથા વર્તમાન પરિસ્થિતિઓમાં જ પોતાનું ધ્યાન લગાવો. સાથે જ નજીકના સંબંધીઓ સાથે સંબંધો મધુર બનાવી રાખો. વ્યવસાય: વ્યવસાયમાં તમારી યોજનાઓ સાથે સંકળાયેલા દરેક પાસાઓ પર યોગ્ય માહિતી મેળવવી જરૂરી છે. નહિતર મહેનત મુજબ પરિણામ ન મળવાથી થોડો તણાવ રહી શકે છે. નોકરીમાં વિશેષ કાર્યભાર મળશે અને સાથે જ પ્રમોશન પણ શક્ય છે. લવ: વૈવાહિક સંબંધોમાં મધુરતા બનાવી રાખવામાં તમારો સહયોગ જરૂરી છે. નકામા વાદ-વિવાદની અસર પરિવારની સુખ-શાંતિ પર પણ પડશે. સ્વાસ્થ્ય: ભારે ખાવાપીવાના લીધે એસિડિટી જેવી કોઈ પરેશાની અનુભવાઈ શકે છે. સારું રહેશે કે આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો. લકી કલર: ક્રીમ લકી નંબર: 1 પોઝિટિવ: આજે કોઈ કઠિન કામ ઉકેલાતું હોય તેવું જણાશે. તેથી દિવસની શરૂઆતમાં જ તમારા મહત્વપૂર્ણ કાર્યોની યોજના બનાવી લો. વિદ્યાર્થીઓ તથા યુવાનોને કોઈ સ્પર્ધાત્મક કાર્યમાં સફળતા મળવાની યોગ્ય સંભાવના છે. બપોર પછી કોઈ ઘરેલું સમસ્યાનો પણ ઉકેલ મળવાની પૂરી સંભાવના છે. નેગેટિવ: ધીરજ અને સહનશીલતા રાખવી જરૂરી છે, ઉતાવળના લીધે તમે મુશ્કેલીમાં પણ મુકાઈ શકો છો. કોઈ નજીકની વ્યક્તિની આર્થિક મદદ કરવાના કારણે તમારો હાથ થોડો ખેંચાયેલો રહેશે. ક્યારેક સમસ્યાઓથી બચવા માટે થોડો સ્વાર્થીપણું લાવવું પણ જરૂરી છે. વ્યવસાય: વ્યવસાયમાં કામકાજ પ્રત્યે કોઈ પણ પ્રકારની લાપરવાહી ન થવા દો તથા સ્ટાફ અને કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખો. ભાગીદારી સંબંધી વ્યવસાયમાં પણ કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. ઓફિસમાં કોઈ મોટા પ્રોજેક્ટ પર તમારા દ્વારા કરવામાં આવેલું કામ સરાહનીય રહેશે. લવ: નાની એવી વાતને લઈને જીવનસાથી સાથે કોઈ ગેરસમજ રહી શકે છે. પરંતુ પરસ્પર વિચાર-વિમર્શથી તેને સરળતાથી ઉકેલી પણ શકાય છે. સ્વાસ્થ્ય: અતિશય વ્યસ્તતાના લીધે શારીરિક અને માનસિક થાક રહેશે. થોડો સમય એકાંત અને પ્રકૃતિના સાનિધ્યમાં પસાર કરવો સુકૂન આપશે. લકી કલર: લાલ લકી નંબર: 3
    Click here to Read More
    Previous Article
    10 નવેમ્બરનું ટેરો રાશિફળ:વૃષભ રાશિના જાતકોને મિલકતથી મોટો લાભ મળશે, તુલા રાશિના લોકોના કાયદાકીય કામ પાર પડશે
    Next Article
    ભરૂચમાં એસટી બસની બ્રેક ફેલ થતાં અકસ્માત:શાલીમાર ચોકડી પાસે શોપિંગ સેન્ટર બહાર પાર્ક કરેલાં અનેક ટુ-વ્હીલરને અડફેટે લીધાં

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment