Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છઠિયારડા શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો:સચિવ અંકિતાબેન મોદીની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો

    13 hours ago

    છઠિયારડા પ્રાથમિક કુમાર-કન્યા શાળામાં વર્ષ 2026-27નો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો. આ કાર્યક્રમમાં મુખ્ય અધિકારી તરીકે સચિવ અંકિતાબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આંગણવાડીના સીડીપીઓ, સી.આર.સી. તુષાર મોદી, ગામના સરપંચ રમીલાબેન નાનજીભાઈ પરમાર, ઉપસરપંચ, પંચાયત સભ્યો, એસએમસી સભ્યો, દાતાઓ અને મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને ગૌરવગાનથી થયો હતો. આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત દાતાઓનું ગીતા પુસ્તક અર્પણ કરીને સન્માન કરાયું હતું. મુખ્ય અધિકારી અંકિતાબેન મોદીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓની શિસ્ત, શિક્ષકોના આયોજન અને સમગ્ર કાર્યક્રમની પ્રશંસા કરી. તેમણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે દાતાઓ દ્વારા શૈક્ષણિક સામગ્રી, નાસ્તા માટે સ્ટીલના ડબ્બા તેમજ રોકડ દાનની જાહેરાતો કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.ત્યારબાદ પંચાયત સભ્યો અને ગામના વાલીઓ સાથે પ્રશ્નોત્તરી અને ચર્ચાસભા યોજાઈ. એસએમસી સભ્યો સાથે પણ અલગ બેઠક યોજી શાળાના વિકાસ અને શૈક્ષણિક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અંકિતાબેન મોદીએ વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાળા પરિવારના સુચારૂ આયોજન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો.
    Click here to Read More
    Previous Article
    કુજાડ ગામે શાળા પ્રવેશોત્સવ યોજાયો:કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું
    Next Article
    ભાવનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ:સંત કવરરામ પ્રાથમિક શાળા ખાતે ભાવનગરના મેયરના હસ્તે બાળકોને પ્રવેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment