Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વધુ એક સગીરા સાથે દુષ્કર્મ:બહેનપણીના કૌટુંબિક ભાઈએ પ્રેમ સંબંધ કેળવી વાડી વિસ્તાર અને મકાનમાં લઈ જઈ દેહ ચૂંથ્યો, શારીરિક સંબંધ બાંધતી વખતે વીડિયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપી

    1 day ago

    રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતી 17 વર્ષીય સગીરા પર લગ્નની લાલચે આંબેડકરનગરના શખ્સે અવાર નવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ કેસમાં શારીરિક સંબંધ બાંધતી વખતે બિભત્સ વીડિયો ઉતારી આરોપી સાગર ચૌહાણે વાયરલ કરી દેવાની ધમકી આપી અનેકવાર દેહ ચૂંથ્યો હતો. જો કે આ પછી હું તારી સાથે લગ્ન નહિ કરી શકું તેમ કહી તરછોડી દીધી હતી. સમગ્ર મામલે સગીરાએ પરિવારજનોને જાણ કરતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, પોક્સો અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોરની શોધખોળ હાથ ધરી છે. પિતરાઈ ભાઈએ નોંધાવી ફરિયાદ કચ્છના અંજારમાં ટીપરવાનના ડ્રાયવર તરીકે નોકરી કરતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાગર દેવજીભાઈ ચૌહાણનું નામ આપતાં જણાવ્યું હતું કે, મારા કાકા તેમની બે પુત્રીઓ અને બે પુત્રો સાથે રાજકોટના મોરબી રોડ પર રહે છે. ગત તારીખ 20 જૂનના રોજ સમાજના આગેવાન અને મારા કૌટુંબિક ફુવાનો મને ફોન આવ્યો હતો કે, તમારા કાકાની 17 વર્ષની દીકરી સાથે ખોટું થયું છે તમે અહીં આવી જાવ. જેથી મેં બનાવ અંગે પૂછતા તેમણે કહ્યું કે તમે અહીં આવી જાવ પછી વધુ વાત કરશું જેથી હું તારીખ 21 જૂનના રોજ રાજકોટ આવ્યો હતો. અવારનવાર શરીરે સ્પર્શવાની કોશિશ કરતો આ પછી કૌટુંબિક ફૂવા તેમજ પિતરાઈ બહેનને બનાવ અંગે પૂછતા 17 વર્ષીય સગીર બહેને જણાવ્યું હતું કે, આશરે ત્રણ વર્ષ પહેલાં ઘરની સામે રહેતી મારી બહેનપણીએ મને કહ્યું કે, મારા માસીનો દીકરો સાગર મારા ઘરે અવારનવાર આવે છે અને તને પસંદ કરે છે, તું તેની સાથે મિત્રતા કરી લે. થોડા દિવસ પછી સાગર ફરીવાર આવતા બહેનપણીએ મને તેના ઘરે બોલાવી સાગર સાથે મિત્રતા કરાવી હતી. ત્યારબાદ સાગર ચૌહાણ અવારનવાર મને મળીને કહેતો કે, તું મને પસંદ છે, આપણે એક જ જ્ઞાતિના છીએ, મારે તારી સાથે લગ્ન કરવા છે કહી અવારનવાર શરીરે સ્પર્શવાની કોશિશ કરતો પરંતુ મને પસંદ ન હોય જેથી હું ના પાડી દેતી હતી. ત્યારે સાગર કહેતો કે આપણા લગ્ન થવાના છે તો તું કેમ ના પાડે છે. મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. બે વર્ષ સુધી મિત્રતા ચાલતા આશરે એકાદ વર્ષ પૂર્વે સાગર બહેનપણીના ઘરે આવ્યો હતો ત્યારે રાત્રીના 8 વાગ્યે મને ઘરની પાછળના ભાગે વાડી વિસ્તારમાં લઈ ગયો હતો જ્યાં હું તારી સાથે લગ્ન કરીશ આપણે પતિ-પત્ની છીએ કહી બળજબરીપૂર્વક મારા કપડા ઉતારવા લાગ્યો હતો. જે બાબતનો મે વિરોધ કરવા છતાં સાગરે બળજબરીપૂર્વક મારા કપડાં ઉતારી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ સાગર અવારનવાર મને તેના ઘરે લઈ જતો અને મારી મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. યાદગીરી માટે સંબંધ બાંધીએ તેનો વીડિયો ઉતારીએ આશરે છ મહિના પૂર્વે સાગર મને તેના ઘરે લઈ ગયો હતો અને કહ્યું કે આપણી યાદગીરી માટે સંબંધ બાંધીએ તેનો વીડિયો ઉતારીએ. જેથી હું ગભરાઈ ગઈ હતી અને મેં ના પાડી દીધી હતી પરંતુ તેમ છતાં સાગરે મને કહ્યું કે આપણે પતિ-પત્ની છીએ, એમાં કશું ખોટું નથી તેમ કહી સાગરે મારી સાથે શારીરિક સંબંધ બાંધી પોતાના મોબાઇલમાં વીડિયો ઉતારી લીધો હતો. બાદમાં સાગરને શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા તેણે ગુસ્સામાં મને કહ્યું કે, તું મને શારીરિક સંબંધ બાંધવા નહીં દે તો હું તારો નગ્ન વિડીયો તારા પરિવારજનોને મોકલીશ. જેથી હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને વિડીયો વાયરલ થશે તો મારી અને મારા પરિવારની બદનામી થશે તેવો ડર લાગતા સાગર જેમ કહે તેમ કરતી હતી. વિડીયો વાઇરલ કરી દેવા ધમકી આપતો ત્યારબાદ સાગરે અનેક વાર મને ડરાવી-ધમકાવી વીડિયો ઉતાર્યા હતા અને મારી પાસે આપણા વીડિયો છે જો હું કહું તેમ નહીં કર તો આ બધા વીડિયો વાયરલ કરી દઈશ તેવી ધમકી આપતો હતો. આશરે એકાદ મહિના પહેલા મેં સાગરને લગ્ન અંગે પૂછતા તેણે કહ્યું કે મારા પરિવારજનો મને તારી સાથે લગ્ન કરવાની ના પાડે છે જેથી હું તારી સાથે લગ્ન કરીશ કરી શકીશ નહીં. જેથી મેં સાગરની બહેન અને ભાઈ બંનેને આ બાબતે જાણ કરતા તેમણે પણ હાથ ઊંચા કરી દીધા હતા. સગીરાએ આપવીતી વર્ણવતા પિતરાઈ ભાઈએ તાત્કાલિક બી ડિવિઝન પોલીસ મથકે પહોંચી સગીર બહેન પર લગ્નની લાલચે અવારનવાર દુષ્કર્મ આચારનાર તેમજ બિભત્સ વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપનાર સાગર દેવજીભાઈ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે દુષ્કર્મ, પોક્સો અને આઇટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોરની શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રીય પક્ષી મોરના શિકાર મામલે આરોપીને હાઈકોર્ટમાંથી જામીન:ઊના કોર્ટે ફગાવતા હાઇકોર્ટે 25 હજારના બોન્ડ ઉપર શરતી જામીન આપ્યા, 28 જાન્યુઆરીએ ધરપકડ થઈ હતી
    Next Article
    સુમુલ ડેરી ચૂંટણીમાં મોટો ગરમાવો:ભાજપ પ્રેરિત 16 ઉમેદવારો સામે પક્ષના જ બળવાખોરો મેદાનમાં, 5 બિનહરીફ, 15 જુલાઈએ 15 કેન્દ્રો પર થશે મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment