Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુમુલ ડેરી ચૂંટણીમાં મોટો ગરમાવો:ભાજપ પ્રેરિત 16 ઉમેદવારો સામે પક્ષના જ બળવાખોરો મેદાનમાં, 5 બિનહરીફ, 15 જુલાઈએ 15 કેન્દ્રો પર થશે મતદાન

    1 day ago

    સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી સમાન સુમુલ ડેરીની વ્યવસ્થાપક સમિતિની 16 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના જ બળવાખોરો અને કોંગ્રેસે મોરચો માંડીને કુલ 32 ફોર્મ ભરતા આ જંગ હવે આંતરિક જૂથબંધીનો શિકાર બન્યો છે. સુરત કલેક્ટરના આદેશથી ચૂંટણી અધિકારી એન.એન. સવાણી દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર જાહેરનામા અનુસાર આગામી 15 જુલાઈએ 15 મતદાન કેન્દ્રો પર વોટિંગ પ્રક્રિયા હાથ ધરાશે, જોકે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ભાજપ પ્રેરિત પેનલના 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને બાકીની 11 બેઠકો માટે જ હવે મહાજંગ ખેલાશે. ઉમેદવારી પત્રો અને પક્ષમાં આંતરિક બળવો બુધવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ પ્રેરિત પેનલના અગ્રણી ધારાસભ્ય સંદીપ દેસાઈ સહિત 15 ઉમેદવારોએ અને તે પહેલાં મંગળવારે રાજુ પાઠકે ઉમેદવારી નોંધાવી હતી, જેથી સત્તાવાર પેનલના કુલ 16 ઉમેદવારો મેદાનમાં છે. તેની સામે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ પ્રમુખ નરેશ પટેલ સહિતના ભાજપના જ બળવાખોર નેતાઓએ પક્ષના આદેશની ઐસીતૈસી કરીને 16 બેઠકો પર ફોર્મ ભરી રણશિંગું ફૂંક્યું છે. ખાસ કરીને વાલોડ બેઠક પર ભાજપના સત્તાવાર ઉમેદવાર રાજુ આહિર સામે જ પૂર્વ ડિરેક્ટર નરેશ પટેલે મોરચો ખોલ્યો છે. 5 બેઠકો બિનહરીફ, માનસિંહ પટેલનું પત્તું કપાયું ચૂંટણી જંગના સત્તાવાર મતદાન પૂર્વે જ ભાજપ પ્રેરિત પેનલે 5 બેઠકો પર સંપૂર્ણ બિનહરીફ જીત હાસલ કરી લીધી છે. આ ચૂંટણીમાં 1000 કરોડના કથિત ગેરવહીવટના આક્ષેપોનો સામનો કરનાર રાજુ પાઠક જૂથનો દબદબો યથાવત રહ્યો છે, જ્યારે તેમની સામે અવાજ ઉઠાવનારા પૂર્વ પ્રમુખ માનસિંહ પટેલનું પત્તું સાફ કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા અને મતદાનનો સંપૂર્ણ કાર્યક્રમ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, ઓફિશિયલ મેન્ડેટ વિરૂદ્ધ બળવાખોરી કરનારા ઉમેદવારો જો પોતાના ફોર્મ પાછા નહીં ખેંચે તો તેમને કોઈ પણ સંજોગોમાં સમજાવવામાં આવશે નહીં અને પક્ષમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવા સુધીની આકરી શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વધુ એક સગીરા સાથે દુષ્કર્મ:બહેનપણીના કૌટુંબિક ભાઈએ પ્રેમ સંબંધ કેળવી વાડી વિસ્તાર અને મકાનમાં લઈ જઈ દેહ ચૂંથ્યો, શારીરિક સંબંધ બાંધતી વખતે વીડિયો ઉતારી વાયરલ કરી દેવાની ધમકી આપી
    Next Article
    કુમકુમ મંદિરે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની ધોતીના દર્શન:222 વર્ષ જૂની ધોતી ભક્તો માટે ખુલ્લી મુકાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment