Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરે સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની ધોતીના દર્શન:222 વર્ષ જૂની ધોતી ભક્તો માટે ખુલ્લી મુકાઈ

    1 day ago

    અમદાવાદના મણિનગર સ્થિત કુમકુમ મંદિરમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની 222 વર્ષ જૂની પ્રસાદીભૂત ધોતીના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જેઠ સુદ દશમના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૬મા અંતર્ધાન દિન નિમિત્તે આ ખાસ આયોજન કરાયું હતું. આ ધોતીનો ઇતિહાસ ૨૨૨ વર્ષ જૂનો છે. સંવત ૧૮૬૦માં શ્રી સ્વામિનારાયણ ભગવાન ધોરાજી પધાર્યા હતા. ત્યાં તેમણે હોળી-ધૂળેટીનો મહોત્સવ ઉજવ્યો હતો. આ પ્રસંગે સંતો-ભક્તોએ ગુલાલ ઉડાડ્યો હતો, જેના કારણે એક વડ લાલ થઈ ગયો હતો અને ત્યારથી તે 'લાલવડ' તરીકે ઓળખાય છે. બીજા દિવસે શ્રી હરિએ ત્યાં શ્રી વૈષ્ણવાનંદ સ્વામીને સંત દીક્ષા આપી હતી. તે જ સ્થળે અગત્રાઈના પર્વતભાઈ ભગવાન માટે સુંદર શણગાર લઈને આવ્યા હતા. ત્યારે શ્રી હરિએ પોતે પહેરેલી સફેદ ધોતી હરિભક્તોને ભેટમાં આપી દીધી હતી. આ ઐતિહાસિક ધોતી ૨૨૨ વર્ષ પછી શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગર, અમદાવાદને પ્રાપ્ત થઈ છે. આ ધોતીના દર્શન માટે અનેક સંતો અને ભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, તા. ૨૫ જૂન, બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૧૯૬મા અંતર્ધાન દિન નિમિત્તે ભક્તોએ આ 'પ્રસાદીભૂત ધોતી' ના દર્શનનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સુમુલ ડેરી ચૂંટણીમાં મોટો ગરમાવો:ભાજપ પ્રેરિત 16 ઉમેદવારો સામે પક્ષના જ બળવાખોરો મેદાનમાં, 5 બિનહરીફ, 15 જુલાઈએ 15 કેન્દ્રો પર થશે મતદાન
    Next Article
    CPનું જાહેરનામું, 71 રસ્તાઓ પર પ્રતિબંધિત રહેશે:મહોરમની ઉજવણીને લઈને 26 જૂને સરસિયા તળાવ સહિત મુખ્ય માર્ગો પર નો-પાર્કિંગ ઝોન અને ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment