Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરબતિયા તળાવ બ્યુટિફિકેશનને લીલી ઝંડી:ડિસ્ટ્રિક્ટ કોર્ટે નીચલી અદાલતનો સ્ટે રદ્દ કર્યો; નવીનીકરણથી શહેરના સૌંદર્યમાં થશે વધારો

    10 hours ago

    નવસારીના ઐતિહાસિક સરબતિયા તળાવના નવીનીકરણ પ્રોજેક્ટને કોર્ટ તરફથી લીલી ઝંડી મળી છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટે નીચલી અદાલતે આપેલા સ્ટે (યથાસ્થિતિ જાળવવાના આદેશ)ને ગેરકાયદેસર ઠેરવી રદ્દ કર્યો છે. આ ચુકાદાથી નવસારી મહાનગરપાલિકાના શાસકોમાં ખુશીનો માહોલ છે. શહેરના હાર્દ સમાન આ તળાવને અમદાવાદના કાંકરિયા તળાવની તર્જ પર વિકસાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ શહેરની ઐતિહાસિક ઓળખ સમાન છે અને તેના નવીનીકરણથી શહેરના સૌંદર્યમાં વધારો થશે. સરબતિયા તળાવના સૌંદર્યકરણની કામગીરી શરૂઆતથી જ વિવાદમાં રહી હતી. શહેરના કેટલાક નાગરિકોએ આક્ષેપ કર્યો હતો કે તળાવને સુંદર બનાવવાની પ્રક્રિયામાં તેનો મૂળ વ્યાસ ઘટાડીને તેને સાંકડું કરવામાં આવી રહ્યું છે. તત્કાલીન કમિશ્નર દેવ ચૌધરીએ તળાવના વ્યાસમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી ખાતરી આપી હતી, તેમ છતાં પાલિકા દ્વારા કામગીરી ચાલુ રખાતા નાગરિકોએ નવસારી કોર્ટમાં જાહેરહિતની અરજી કરી સ્ટે માંગ્યો હતો. નીચલી કોર્ટમાં મહાપાલિકા તરફથી કોઈ હાજર ન રહેતા કે જવાબ રજૂ ન કરાતા અદાલતે યથાસ્થિતિ જાળવવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો. આ આદેશ સામે મહાપાલિકાએ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાદ માંગી પોતાનો પક્ષ મજબૂતાઈથી રજૂ કર્યો. ડિસ્ટ્રિક્ટ કોર્ટે નોંધ્યું કે રાજ્ય સરકારની વિધિવત મંજૂરી હોવા છતાં આવા ન્યાયિક અવરોધોથી જાહેર નાણાં અને સમયનો વેડફાટ થાય છે. કોર્ટે આ કેસનો ત્વરિત નિકાલ લાવવા આદેશ કરી સ્ટે હટાવી લીધો છે. કોર્ટ તરફથી લીલી ઝંડી મળતા જ મેયર અશોક ધોરાજીયા અને કમિશનર જયેશ ઉપાધ્યાયે સવારે જ સરબતિયા તળાવની મુલાકાત લીધી હતી. તેમણે અટકેલા કામોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને કામગીરીને વેગ આપવા સમીક્ષા કરી. આ પ્રોજેક્ટમાં જનતાના સૂચનોને આવકારીને તળાવની બહારની ડિઝાઇનમાં કેટલાક મહત્વના ફેરફાર કરવાનો પણ નિર્ણય લેવાયો છે. લારીધારકો માટે નવો માસ્ટર પ્લાન: બનશે 'યુનિફોર્મ કેબિન' તળાવની સુંદરતા જળવાઈ રહે અને ટ્રાફિકની સમસ્યા પણ ન સર્જાય તે માટે પાલિકા એક નવો માસ્ટર પ્લાન તૈયાર કરી રહી છે. તળાવ કિનારે ઊભી રહેતી નાસ્તાની લારીઓને હટાવવાને બદલે મહાપાલિકા દ્વારા જ એક સમાન એટલે કે 'યુનિફોર્મ કેબિન'બનાવી આપવામાં આવશે. આ કેબિનો વેપારીઓને ભાડે આપીને પાલિકા પોતાની આવક પણ ઊભી કરશે અને રસ્તાઓ પણ ખુલ્લા રહેશે. હવે જોવાનું એ રહેશે કે સામે પક્ષે પ્રબુદ્ધ નાગરિકો ડિસ્ટ્રિક્ટ કોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારે છે કે કેમ, અને આગામી દિવસોમાં તળાવના વ્યાસના મુદ્દે અદાલતમાં શું કાનૂની દલીલો થાય છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગર સ્પે. પોક્સો કોર્ટનો હુકમ:સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર રીદ્રોલના શખ્સને 5 વર્ષની કેદ, ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા આદેશ
    Next Article
    ગજણા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનું આયોજન:25 જૂને નવા ભૂલકાઓનું ઉત્સાહભેર સ્વાગત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment