Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતા યુવકનું મોત:મૂળ અમરેલીનો ઋત્વિક પાલજથી શાહપુર બાપા સીતારામ સર્કલ તરફ જતો હતો

    1 day ago

    ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પાલજથી શાહપુર રોડ પર અરણ્ય પાર્કની સામે પૂરઝડપે જઈ રહેલી બાઇક આગળ જતા ડમ્પરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ટક્કરમાં બાઇક ચાલક યુવકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલજથી શાહપુર બાપા સીતારામ સર્કલ તરફ જતો હતો મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના મતિરાળા ગામના વતની અને હાલ ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા મનોરથ મલ્હાર ફ્લેટના મકાન નંબર એ-201માં રહેતા 26 વર્ષીય ઋત્વિક (રૂશ્વિક) રામજીભાઇ વામજા સોમવારે રાત્રે પોતાની બાઇક લઈને પાલજથી શાહપુર બાપા સીતારામ સર્કલ તરફ જઈ રહ્યો હતા. ડમ્પરની પાછળ જોરથી કંઈક અથડાવાનો અવાજ આવ્યો આ દરમિયાન અરણ્ય પાર્કની સામેના ટ્રેક પર તેની બાઇક પૂરઝડપે આગળ જતા ડમ્પરની પાછળના ભાગે ઘૂસી ગઈ હતી. જેમા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ સૂત્રોએ કહ્યું કે, મૂળ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના ફાગવેલનો ડમ્પર ચાલક વિનોદ પરમાર દનાદરા ક્વોરીમાંથી કપચી ભરીને ઝુંડાલ ખાલી કરવા જઈ રહ્યો હતો. ત્યારે રાત્રે અચાનક ડમ્પરની પાછળ જોરથી કંઈક અથડાવાનો અવાજ આવતા તેણે ડમ્પર સાઈડમાં ઊભું રાખ્યું હતું. લોકો ભેગા થતાં ડમ્પર ચાલક ભાગી ગયો બાદમાં નીચે ઉતરીને જોતાં એક બાઇક ચાલક લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડેલો હતો. અકસ્માતને પગલે આસપાસથી વાહનચાલકો ભેગા થવા લાગ્યા હતા. જેથી લોકો ગુસ્સામાં આવીને માર મારશે તેવા ડરથી વિનોદ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને ડભોડા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જોકે ગંભીર ઇજાઓના કારણે બાઇક ચાલક ઋત્વિકનું મોત થઈ ચૂક્યું હોવાથી તેને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ડમ્પર ચાલક વિનોદ પરમારે પોલીસ સ્ટેશન હાજર થઈને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:મહોર્રમ શાંતિપૂર્ણ ઉજવવા, સોશિયલ મીડિયાના દુરુપયોગથી દૂર રહેવા અપીલ
    Next Article
    લખનઉમાં અગ્નિકાંડ બાદ શાળાઓમાં ફાયર વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ:વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને અનેક બેદરકારી સામે આવી, ક્લાસરૂમમાં ફાયર સ્પ્રિન્કલર નહીં; કેન્ટીનમાં પણ સેફ્ટીનો અભાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment