Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉમાં અગ્નિકાંડ બાદ શાળાઓમાં ફાયર વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ:વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને અનેક બેદરકારી સામે આવી, ક્લાસરૂમમાં ફાયર સ્પ્રિન્કલર નહીં; કેન્ટીનમાં પણ સેફ્ટીનો અભાવ

    1 day ago

    ઉત્તર પ્રદેશના લખનઉમાં તાજેતરમાં જ એક કોચિંગ સંસ્થામાં બનેલી ભયાનક આગની દુર્ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ પણ હવે ભારે હરકતમાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે રમત રમતી શૈક્ષણિક સંસ્થાઓ સામે ‘ફાયર સેફ અમદાવાદ’ અભિયાન હેઠળ લાલ આંખ કરવામાં આવી છે. ફાયર વિભાગના ડિવિઝન ફાયર ઓફિસરની સીધી હાજરીમાં શહેરના શીલજ, થલતેજ અને બોડકદેવ વિસ્તારોની શાળાઓ તેમજ કોલેજોમાં ઓચિંતું (સરપ્રાઈઝ) ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન જાણીતી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને ગંભીર બેદરકારી અને ખામીઓ સામે આવતા તંત્ર દ્વારા કડક નોટિસ ફટકારવામાં આવી છે. ભોંયરામાં ચાલતી પ્રિ-સ્કૂલ અને કેન્ટિનમાં સાધનો જ ગાયબ ફાયર વિભાગના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન શીલજ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ‘આનંદ નિકેતન સ્કૂલ’માં સુરક્ષાના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. અહીં નાના બાળકોની પ્રિ-સ્કૂલ નિયમો વિરુદ્ધ બેઝમેન્ટ (ભોંયરામાં) ચાલતી હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે અધિકારીઓએ તેની બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન અંગે તાત્કાલિક જવાબ માંગ્યો છે. તપાસમાં ખુલેલી મુખ્ય ખામીઓ: 7 દિવસનું અલ્ટીમેટમ, નહીંતર સ્કૂલ સીલ કરાશે આનંદ નિકેતન સ્કૂલની આ ગંભીર બેદરકારી બદલ ફાયર વિભાગે તેને તાત્કાલિક અસરથી 'ફાયર સેફ્ટી એડવાઇઝરી નોટિસ' ફટકારી છે અને તમામ ખામીઓ સુધારવા માટે માત્ર 7 દિવસની મર્યાદિત સમયમર્યાદા આપી છે. જો સાત દિવસમાં પૂરતી વ્યવસ્થા નહીં કરાય તો શાળાને સીલ કરવા સહિતની આકરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, વિસ્તારની અન્ય જાણીતી ‘ઝેબર સ્કૂલ’માં પણ સાધનોનું નિયમિત મેન્ટેનન્સ જાળવી રાખવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. માત્ર NOC મેળવવી પૂરતી નથી, સિસ્ટમ લાઈવ હોવી જરૂરી: ફાયર વિભાગ સમગ્ર મામલે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓ માટે માત્ર કાગળ પર ફાયર એનઓસી (NOC) મેળવી લેવી પૂરતી નથી. હજારો માસૂમ વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ અર્થે આવતા હોય ત્યાં દરેક ફાયર સેફ્ટી સિસ્ટમ લાઈવ અને કાર્યરત હોવી જોઈએ, ઇમરજન્સી એક્ઝિટ (ન mansionsવાસી દ્વાર) હંમેશા ખુલ્લા રહેવા જોઈએ અને શાળાના સ્ટાફને મોક ડ્રીલ દ્વારા આગ બુઝાવવાની તાલીમ મળેલી હોવી અનિવાર્ય છે. લખનઉ જેવી હૃદયકંપાવનારી દુર્ઘટના અમદાવાદમાં ન પુનરાવર્તિત થાય તે માટે આગામી દિવસોમાં પણ ટ્યુશન ક્લાસીસ, લાઈબ્રેરી અને શાળાઓ પર આ ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રહેશે. શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલમાં ફાયર સેફટીના સાધનોને લઈને આટલી ખામીઓ સામે આવી 1. ફાયર સેફટીના સાધનોની કંડીશન ખરાબ હાલતમાં જોવા મળી હતી 2. ક્લાસમાં સ્મોક ડિટેક્ટર એન્ડ ફાયર સ્પ્રિન્કલર જોવા મળ્યા નહીં. 3. કેન્ટિનમાં આગની ઘટના વધુ બનતી હોવા છતાં એક પણ ફાયર સેફટીના સાધન જોવા મળ્યા નહીં 4. પ્રિ સ્કૂલમાં નાના બાળકોની સુરક્ષાને લઈને ફાયર સેફટીના સાધનો જોવા મળ્યા નહીં. 5. વાયરીંગ પણ ખુલ્લું હોવાનું સામે આવ્યું ઝેબર સ્કૂલમાં ફાયર વિભાગના ચેકીંગમાં આટલી ખામીઓને લઈને આટલી સૂચના અપાઈ 1. સ્કૂલમાં ફાયર એક્સટિંગ્વિશર મેન્ટેન રાખવા સૂચના 2. ફાયર ફાયટીંગ સિસ્ટમમાં અને હોઝરિલમાં પ્રેશર ઓછું જોવા મળ્યું 3. કોમ્પ્યુટર રૂમમાં બારીઓ ખૂલે તેવી રાખવા સૂચના 4. સ્કૂલનો ઈલેક્ટ્રીક લોડ ચેક કરાવી સર્ટિફિકેટ ફાયર ઓફિસરને આપવા સૂચના અપાઈ સ્કૂલ-કોલેજના સરપ્રાઈઝ ફાયર સેફ્ટી ચેકિંગ દરમિયાન આટલી બાબતો તપાસવામાં આવે છે. 1. ફાયર NOC માન્ય અને અપડેટ છે કે નહીં. 2. ફાયર એક્સટિંગ્વિશર (Fire Extinguisher) કાર્યરત છે કે નહીં અને તેની સર્વિસિંગ સમયસર થઈ છે કે નહીં. 3. ફાયર હાઇડ્રન્ટ અને હોઝ રિલ (Hose Reel)માં પૂરતું પાણીનું પ્રેશર છે કે નહીં. 4.ઓટોમેટિક ફાયર સ્પ્રિન્કલર સિસ્ટમ કાર્યરત છે કે નહીં. 5.સ્મોક ડિટેક્ટર અને ફાયર એલાર્મ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં. 6.ઇમરજન્સી એક્ઝિટ (Emergency Exit) ખુલ્લા અને અવરોધમુક્ત છે કે નહીં. 7.ઇમરજન્સી એક્ઝિટના સાઇનબોર્ડ અને ઇમરજન્સી લાઇટ કાર્યરત છે કે નહીં. 8.ઇલેક્ટ્રિકલ વાયરિંગ સુરક્ષિત છે કે ક્યાંય ખુલ્લું કે જોખમી વાયરિંગ તો નથી. 9.ઇલેક્ટ્રિકલ લોડ મંજૂર ક્ષમતા મુજબ છે કે નહીં અને તેનું સર્ટિફિકેટ ઉપલબ્ધ છે કે નહીં. 10.કેન્ટિન, લેબોરેટરી અને કમ્પ્યુટર રૂમમાં આગ નિવારણની પૂરતી વ્યવસ્થા છે કે નહીં. 11.બેઝમેન્ટ અથવા પ્રિ-સ્કૂલ જેવી જગ્યાઓ માટે જરૂરી મંજૂરી (BU Permission) અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થાય છે કે નહીં. 12.ફાયર પંપ, પાણીની ટાંકી અને અન્ય ફાયર ફાઇટિંગ સિસ્ટમ કાર્યરત છે કે નહીં. 13. તમામ ફાયર સેફ્ટી સાધનોનું નિયમિત મેન્ટેનન્સ અને રેકોર્ડ રાખવામાં આવે છે કે નહીં. 14. સ્ટાફને ફાયર સેફ્ટી અને ઇમરજન્સી ઇવેક્યુએશનની તાલીમ આપવામાં આવી છે કે નહીં.
    Click here to Read More
    Previous Article
    ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતા યુવકનું મોત:મૂળ અમરેલીનો ઋત્વિક પાલજથી શાહપુર બાપા સીતારામ સર્કલ તરફ જતો હતો
    Next Article
    Akshay Kumar-Led Welcome To The Jungle Collects Rs 1 Crore In Advance Bookings

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment