Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ:મહોર્રમ શાંતિપૂર્ણ ઉજવવા, સોશિયલ મીડિયાના દુરુપયોગથી દૂર રહેવા અપીલ

    1 day ago

    સોમનાથ-પ્રભાસ પાટણ શહેરમાં આગામી મહોરમ તહેવારને શાંતિપૂર્ણ અને સુલેહભર્યા વાતાવરણમાં ઉજવવા માટે પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનું અધ્યક્ષસ્થાન ગીર-સોમનાથ જિલ્લાના પોલીસ નાયબ અધિક્ષક સી.સી. ખટાણા અને પ્રભાસ-પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. પીઠીયાએ સંભાળ્યું હતું. આ પ્રસંગે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ શહેરમાં કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ વધુ મજબૂત બને તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક સી.સી. ખટાણાએ ઉપસ્થિત આગેવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન સોશિયલ મીડિયાનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે કોઈપણ પ્રકારની અફવા, ઉશ્કેરણીજનક કે ભ્રામક પોસ્ટો શેર ન કરવા તેમજ સોશિયલ મીડિયાના દુરુપયોગથી દૂર રહેવા ખાસ અપીલ કરી હતી. તેમણે મહોરમ દરમિયાન માત્ર મંજૂરી પ્રાપ્ત તાજીયાઓ જ કાઢવા, નિર્ધારિત માર્ગ અને સમયનું પાલન કરવા તથા પોલીસ વિભાગની સૂચનાઓનું પાલન કરવાની વિનંતી કરી હતી. સાથે જ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ સમાજના આગેવાનો અને નાગરિકોનો સહકાર માગ્યો હતો. બેઠક દરમિયાન ઉપસ્થિત હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. તમામે મળીને મહોરમનો તહેવાર શાંતિ, સુલેહ, ભાઈચારો અને પરસ્પર સદભાવના સાથે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. બેઠકના અંતે પોલીસ અધિકારીઓએ તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની સમસ્યા કે ગેરસમજ ઉભી થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. સમગ્ર બેઠક સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી અને શહેરમાં શાંતિ તથા કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ખટોદરામાં સરકારી સ્ટાફ ક્વાર્ટર્સની લિફ્ટમાં બે યુવક ફસાયા:ફાયર બ્રિગેડે હાઇડ્રોલિક કટરથી દરવાજો તોડી બહાર કાઢ્યા, વારંવાર રિપેરિંગ છતાં RB વિભાગની ઘોર બેદરકારી
    Next Article
    ડમ્પર પાછળ બાઇક ઘૂસી જતા યુવકનું મોત:મૂળ અમરેલીનો ઋત્વિક પાલજથી શાહપુર બાપા સીતારામ સર્કલ તરફ જતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment