Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમીરગઢની ચિકણવાસ શાળામાં શાળા પ્રવેશોત્સવ:નવા વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું, જિલ્લા પ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન હાજર રહ્યાં

    1 day ago

    બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ સ્થિત ચિકણવાસ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026નું આયોજન કરાયું. ગુજરાત સરકારના આ અભિયાન અંતર્ગત નવા પ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ વસંતભાઈ પુરોહિત અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાભાઈ ડામોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગામના આગેવાનો, શાળાના શિક્ષકો અને અમીરગઢના અધિકારીઓ પણ જોડાયા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને શિક્ષણના નવા સફર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ઉજ્જવળ કારકિર્દી માટે પ્રેરણા આપી હતી. રાજ્ય સરકાર શિક્ષણના વ્યાપ અને ગુણવત્તામાં સુધારો કરવા માટે વિવિધ યોજનાઓ અને અભિયાનો અમલમાં મૂકી રહી છે. બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ અને આત્મવિશ્વાસ વધે, તેમજ તેઓ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ બાળકોને શિક્ષણ સાથે જોડીને તેમને મુખ્ય પ્રવાહમાં લાવવાનો હેતુ સિદ્ધ કરવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા મનપાની પ્રથમ સામાન્ય સભામાં નિયમોના ધજાગરા ઉડ્યા:ચાલુ સભાએ ભાજપના મહામંત્રીએ કમિશનરને કહ્યું- સાહેબ 5-10 મિનિટ બહાર જાવ, અમે અમારા પક્ષનું કામ કરી લઈએ'
    Next Article
    પાટણમાં પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું:મોહરમ તહેવારમાં કાયદો-વ્યવસ્થા જાળવવા રૂટોનું નિરીક્ષણ, આયોજકોને સૂચનો અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment