Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના જેતપરમાં આમરણાંત ઉપવાસ કરતાં ખેડૂતની તબિયત લથડી:છઠ્ઠા દિવસે નેહુલ અમૃતિયાને હોસ્પિટલ ખસેડાયા, મેડિકલ સ્ટાફની ગેરહાજરીથી રોષ

    9 hours ago

    મોરબી તાલુકાના જેતપર ગામના ખેડૂતો ખાનગી વીજ કંપની પાસે પૂરતા વળતરની માંગ સાથે છેલ્લા 6 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલન દરમિયાન ગત રાત્રે (23 જૂને)એક ઉપવાસી ખેડૂત નેહુલ અમૃતિયાની તબિયત લથડતાં ચક્કર આવી જવાથી તેઓ ઢળી પડ્યા હતા, જેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, કલેક્ટરના આદેશ હોવા છતાં રાત્રિના સમયે ઘટનાસ્થળે કોઈ મેડિકલ સ્ટાફ હાજર ન હોવાથી ખેડૂતોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. બાથરૂમ જતાં ચક્કર ખાઈ પડી ગયા પ્રથમ દિવસથી ઉપવાસ પર બેઠેલા નેહુલ અમૃતિયા મંગળવારની રાત્રે બાથરૂમ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ચક્કર આવવાના કારણે તેઓ રસ્તામાં જ ઢળી પડ્યા હતા. ઉપસ્થિત લોકોએ તાત્કાલિક 108ની ટીમને બોલાવી તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. વળતર મુદ્દે ખેડૂતોની 6 મુખ્ય માંગણીઓ જેતપર ગામ પાસેથી એક ખાનગી વીજ કંપનીની હાઈટેન્શન લાઈન પસાર થઈ રહી છે, જેના માટે ખેતરોમાં વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને કેટલું, ક્યારે અને કઈ પદ્ધતિથી વળતર મળશે તે અંગે કંપની કે વહીવટી તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી, ખેતરોમાં ચાલી રહેલી કામગીરી તાત્કાલિક બંધ કરવા અને વળતર અંગે લેખિત સ્પષ્ટતા કરવાની 6 મુખ્ય માંગણીઓ સાથે ખેડૂતો ગત 18 જૂનથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે. ઉપવાસીઓની સંખ્યા 9 થઈ આ આંદોલનની શરૂઆતમાં પ્રથમ દિવસથી 5 ખેડૂતો ઉપવાસ પર હતા, જેમાં બાદમાં અન્ય 1 પુરુષ અને 3 મહિલાઓ જોડાતાં હાલ કુલ 9 વ્યક્તિઓ આમરણાંત ઉપવાસ પર છે. કલેક્ટરના આદેશ છતાં મેડિકલ ટીમ ગેરહાજર અત્રે ઉલ્લેખનીય છે કે, કલેક્ટર દ્વારા ઉપવાસ છાવણી ખાતે 24 કલાક એમ્બ્યુલન્સ અને મેડિકલ સ્ટાફ તૈનાત રાખવાનો લેખિત હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં, રાત્રિના સમયે જ્યારે ઉપવાસીની તબિયત બગડી ત્યારે ત્યાં કોઈ મેડિકલ સુવિધા કે સ્ટાફ હાજર ન હોવાથી ગ્રામજનો અને ખેડૂતોમાં વહીવટી તંત્રની બેદરકારી સામે ભારોભાર નારાજગી ફેલાઈ છે.
    Click here to Read More
    Previous Article
    બાળા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો:જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ
    Next Article
    કટકે-કટકે રોકાણ કરાવીને શરૂઆતમાં રૂ.10 લાખ નફો આપ્યો:એરફોર્સ જવાનને સોલાર પ્લાન્ટના ભાગીદાર બનાવી 82 લાખનું ચીટીંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment