Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કટકે-કટકે રોકાણ કરાવીને શરૂઆતમાં રૂ.10 લાખ નફો આપ્યો:એરફોર્સ જવાનને સોલાર પ્લાન્ટના ભાગીદાર બનાવી 82 લાખનું ચીટીંગ

    14 hours ago

    જામનગરના એરફોર્સના જવાનને સોલાર પ્લાન્ટના કામમાં ભાગીદારી કરવાનું કહીને એક શખ્સે લાલચો આપીને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં કટકે-કટકે રૂ।.81.71 લાખનું રોકાણ કરાવી દીધુ હતું અને તેની સામે માત્ર રૂ।.10 લાખ નફા પેટે રકમ આપી બાકીની રકમ ઓળવી લીધી હતી. રોકાણની રકમ પરત મંગાતા આરોપીઓએ ન આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, અને 3 શખસો સામે ગુનો નોંધાયો છે. શહેરના એરફોર્સ-2 વિસ્તારમાં રહેતા અને એરફોર્સમાં નોકરી કરતા ધનંજય ચંદ્રિકાપ્રસાદ મિશ્રા (ઉ.વ.40) નામના પરપ્રાંતીય કર્મચારીને આરોપી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે વર્ષ 2024માં ભેટો થયો હતો. જેમાં ધર્મેન્દ્રસિંહે સોલાર પેનલ સહિતના કામકાજમાં પોતાની સાથે ભાગીદારી કરવા ધનંજય મિશ્રાને લાલચો આપી હતી. તેની વાતોમાં આવી ગયેલા એરફોર્સ જવાન ધનંજય મિશ્રાને ત્યારપછી અર્જુનસિંહ તથા સંજય પંચોલીનો પણ મિલાપ કરાવવામાં આવ્યો હતો. તે પછી ત્રણેય વ્યક્તિએ ધનંજય મિશ્રાને ધંધામાં ભાગીદાર બનાવ્યા છે તેમ કહીને કટકે કટકે રૂ।.81,71,832નું રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં નફો આપવાનું શરૂ કરીને રૂ।.10 લાખ પરત મળતા ધનંજય મિશ્રાને વિશ્વાસ દ્રઢ થયો હતો. પરંતુ તે પછી બાકીની રકમ કે નફો આપવામાં નહી આવતા, અને તેની માગણી કરાતા ધનંજય મિશ્રાને અપશબ્દો બોલીને ત્રણેય શખ્સે ધમકી પણ આપી હતી. જેથી એરફોર્સ જવાને ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ત્રણેય શખસોની ધરપકડ માટે જુદી-જુદી દીશામાં તપાસ હાથ ધરી છે. એરફોર્સ જવાન-આરોપીઓનો ભેટો કઈ રીતે થયો જામનગરના એરફોર્સ-2માં નોકરી કરતા ધનંજય (ઉ.વ.40) નામના જવાન વર્ષ 2024માં શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે, દ્વારકેશ એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેન્દ્રસિંહ માનભા જાડેજા પટેલવાળી શેરીનં-2 બાપા સીતારામ મંદીર પાસે નવાગામ ઘેડમાં રહે છે, તેની સાથે સામાન્ય બાબતે મુલાકાત થઈ હતી. બાદમાં બન્ને વચ્ચે વાતચીત થતી હતી, અને થોડા સમય પછી તેના ઠેકેદાર પંચોલી સચીન સાથે મળાવ્યોને શીશામાં ઉતાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબીના જેતપરમાં આમરણાંત ઉપવાસ કરતાં ખેડૂતની તબિયત લથડી:છઠ્ઠા દિવસે નેહુલ અમૃતિયાને હોસ્પિટલ ખસેડાયા, મેડિકલ સ્ટાફની ગેરહાજરીથી રોષ
    Next Article
    Bharat Tiwari Encounter से भड़का Bhojpur, महापंचायत में क्या होने वाले है? | Prashant Kishore

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment