Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો:જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ

    10 hours ago

    વઢવાણ તાલુકાની બાળા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન ઘનશ્યામભાઈ ભુસડિયા, વઢવાણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંતબેન બળદેવભાઈ કમેજળીયા અને બાળા ગ્રામ પંચાયતના સરપંચ પાયલબેન નયનભાઈ રોજાસરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. પ્રવેશ મેળવનાર બાળકોને દાતાઓ તરફથી શૈક્ષણિક કીટ અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, તિથિ ભોજન પણ પીરસવામાં આવ્યું હતું. મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને શાળા પરિસરની મુલાકાત લેવામાં આવી હતી. બાળકોને શૈક્ષણિક પ્રવેશ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    'મેં IPS જોન ડેનિયલ હૂં, તેરી વર્ધી ખા જાઉંગા':કોન્સ્ટેબલે સાથે પેસેન્જર IPSના નામે દાદાગીરી કરી ગયો, કાલુપુર રેલવે સ્ટેશનનો બનાવ
    Next Article
    મોરબીના જેતપરમાં આમરણાંત ઉપવાસ કરતાં ખેડૂતની તબિયત લથડી:છઠ્ઠા દિવસે નેહુલ અમૃતિયાને હોસ્પિટલ ખસેડાયા, મેડિકલ સ્ટાફની ગેરહાજરીથી રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment