Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મેં IPS જોન ડેનિયલ હૂં, તેરી વર્ધી ખા જાઉંગા':કોન્સ્ટેબલે સાથે પેસેન્જર IPSના નામે દાદાગીરી કરી ગયો, કાલુપુર રેલવે સ્ટેશનનો બનાવ

    1 day ago

    અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર પોતાને IPS અધિકારી તરીકે ઓળખાવી પોલીસ કર્મચારી પર રોફ જમાવનાર યુવક સામે કાલુપુર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નકલી IPSએ પોતાનું નામ જોન ડેનિયલ જણાવ્યું હતું. તેણે નકલી IPS અધિકારી હોવાનો દાવો કરી પોલીસ કર્મચારી સાથે ગેરવર્તન કરી ધમકી આપી હતી. જવાબ સાંભળતા જ ઉશ્કેરાઈ ગયો ને અપશબ્દો બોલ્યા સાબરકાંઠાના મહીયલ ગામના રહેવાસી અને હાલ કાલુપુર રેલવે પોલીસ મથકે પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અજય દેસાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેજસ ટ્રેન આવવાનો સમય હોવાથી રેલવે સ્ટેશન બહાર મુસાફરોની ભારે અવરજવર હતી. તે દરમિયાન એક કારમાં આવેલા યુવકે તેમને બોલાવી પૂછ્યું, ઈધર ઈતના ટ્રાફિક ક્યૂં હૈ? જેના જવાબમાં અજય દેસાઈએ જણાવ્યું કે રેલવેમાં વિકાસનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક થયો છે. આ જવાબ સાંભળતા જ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. 'મેં IPS જોન ડેનિયલ હૂં, તેરી વર્ધી ખા જાઉંગા' ત્યારબાદ તેણે અજય દેસાઈને પૂછ્યું, સેલ્યુટ ક્યૂં નહીં મારા? એટલું કહી કારમાંથી નીચે ઉતરી પોલીસ કર્મચારીને ધક્કો માર્યો હતો તેમજ તેમની વર્દી ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન અન્ય પોલીસ કર્મચારીઓ સ્થળ પર પહોંચી જતા યુવકે પોતાનો રોફ બતાવતા કહ્યું હતું, મેં આઈપીએસ જોન ડેનિયલ હૂં... તેરી વર્ધી ખા જાઉંગા... ડીજી કો બોલકર તેરા યહાં સે બહુત દુર ટ્રાન્સફર કરવા દૂંગા. આટલું કહી તેણે પોતાના મોબાઈલમાં ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર દેવાની ધમકી પણ આપી હતી. ત્યારબાદ તે કાર લઈને ત્યાંથી નીકળી ગયો હતો. કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી સમગ્ર મામલે અજય દેસાઈએ કાલુપુર રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે જોન ડેનિયલ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. યુવકે ખોટી ઓળખ આપી પોલીસ કર્મચારીને ધમકાવ્યો હતો કે કેમ તેમજ તેની સામે અગાઉ પણ આવા કોઈ ગુના નોંધાયા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાંકરદામાં પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ:બે ફાયર સ્ટેશનની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી
    Next Article
    બાળા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો:જિલ્લા પંચાયત પ્રમુખ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment