Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંકરદામાં પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ:બે ફાયર સ્ટેશનની ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો, જાનહાનિ ટળી

    1 day ago

    વડોદારા જિલ્લાના સાંકરદા ગામમાં મોડી રાત્રે એક ભીષણ આગનો બનાવ સામે આવ્યો હતો. સાંકરદા ત્રણ રસ્તા પહેલાં આવેલા પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ ઊંચી જોવા મળતા આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. બે કલાકની ભારે જહેમતે બે ફાયર સ્ટેશનની ટીમોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્લાસ્ટિક મટીરીયલ હોવાથી આગ વિકરાળ બની હતી ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રથમ નંદેસરી ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારબાદ વડોદરા ટીપી તેર ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પ્લાસ્ટિક મટીરીયલમાં આગ હોવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો જો કે બંને ફાયર ટીમોએ કલાકો સુધીની સતત અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ આગ કાબૂમાં આવતાં સ્થાનિકોમાં હાશકારો અનુભવાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગોડાઉનમાં પ્લાસ્ટિક સ્ક્રેપનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આ આગ કાયકારણોસર લગીરે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ બંને ફાયર ટીમે ભારે જહેમતે રાત્રીનો સમય હોવા છતાં આગ પર ઝડપી કાબુ મેળવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    એર ઇન્ડિયાનું વિમાન પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસ્યું:દિલ્હીથી અમૃતસર માટે ઉડાન ભરી, ટેકનિકલ ખામીને કારણે રસ્તો ભટકી ગયું, PAKએ ચેતવણી આપીને પાછું મોકલ્યું
    Next Article
    'મેં IPS જોન ડેનિયલ હૂં, તેરી વર્ધી ખા જાઉંગા':કોન્સ્ટેબલે સાથે પેસેન્જર IPSના નામે દાદાગીરી કરી ગયો, કાલુપુર રેલવે સ્ટેશનનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment