Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:હિંમતનગરમાંથી કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી કરતાં બે ઝડપાયા

    2 days ago

    સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કારમાં ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી કરતાં રાજસ્થાનના બે આરોપીઓને 5,34,208 ના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ​એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, કાર નંબર- GJ-09-CD-5409 માં બે શખ્સો વિદેશી દારૂ ભરીને ઈડર થઈ અમદાવાદ તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે હિંમતનગર હાઈવે પર સાંઈ મંદિર પાસે નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી. ​ શંકાસ્પદ કાર આવતા જ પોલીસે તેને અટકાવી ચેક કરતાં તેમાંથી દેશી દારૂની 492 બોટલ કિં.2,24,208 થાય છે. આ સાથે પોલીસે 3 લાખની કાર, 10હજારના 2 મોબાઈલ, હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી જુદી-જુદી 3 નંગ આરટીઓ રજિસ્ટ્રેશન વાળી ખોટી નંબર પ્લેટો અને એક સ્ટેમ્પ પેપર કબ્જે કર્યો હતો. ​પોલીસે આરોપી કમલેશ કાંતિલાલ લાલજી મીણા (26) અને વિશાલ દિનેશ દુલાજી ગરાસીયા (24) બંને રહે. ખેરવાડા, જિ. ઉદયપુર, રાજસ્થાનની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો આપનાર રાજસ્થાનના ઠેકાના માણસ આર.ડી. અને દારૂ મંગાવનાર અમદાવાદ છારાનગરના સમીર વણઝારાને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે. પકડાયેલા બંને આરોપીઓ અગાઉ પણ સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂક્યા છે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
    Click here to Read More
    Previous Article
    બાળકોને કંકુ-ચાંદલા કરી, ચોકલેટ અને શૈક્ષણિક કિટ-દફતરની ભેટ આપવામાં આવી:અછાલા પ્રા. શાળામાં કલેક્ટરના હસ્તે 14 છાત્રોને પ્રવેશ
    Next Article
    વિવિધ વિષયો માટે સહાયકો મુકાયા:સાબરકાંઠામાં 549 જ્ઞાન સહાયકોની નિમણૂંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment