Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજ-માંડવી હાઈવે પર ‘રોલર ક્રેશ બેરિયર’નો ઉપયોગ:અંબાજી અને સાપુતારાના પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ કચ્છમાં નવીન ટેકનોલોજીનું અમલીકરણ

    2 days ago

    કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ભુજ-માંડવી હાઈવે પર અકસ્માતોની સંખ્યા ઘટાડવાના હેતુથી ઇન્સ્ટોલ કરવામાં આવી રહેલા નવા ‘રોલર ક્રેશ બેરિયર’ની કામગીરીની પ્રત્યક્ષ સ્થળ સમીક્ષા કરી હતી. ખત્રી તળાવથી લક્કી વાળી ચાળીનો માર્ગ ડુંગરાળ વિસ્તારમાંથી પસાર થતો હોવાથી તેમાં ભૌગોલિક દ્રષ્ટિએ હોરીઝોન્ટલ અને વર્ટીકલ વળાંકો આવેલા છે. આ વળાંકોના કારણે ભૂતકાળમાં આ વિસ્તારમાં અવારનવાર નાના-મોટા અકસ્માતો નોંધાયા છે. આ સલામતી પહેલ અગાઉ અંબાજી રોડ અને સાપુતારા રોડ પર થયેલા પાયલોટ પ્રોજેક્ટના સફળ અમલીકરણથી પ્રેરિત છે, જ્યાં રોલર ક્રેશ બેરિયર લગાવ્યા બાદ અકસ્માતો નિવારવામાં અને નાગરિકોના જીવ બચાવવામાં ખૂબ મોટો ફાયદો જોવા મળ્યો હતો. આ પરિણામોને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સરકારમાં ખાસ દરખાસ્ત મોકલવામાં આવી હતી. સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી મળ્યા બાદ, હાલમાં આ રસ્તા પર રોલર ક્રેશ બેરિયર લગાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અકસ્માતનો મોટો આંચકો એકદમ ઓછો થઈ જાય છે જ્યારે કોઈ બેકાબૂ વાહન અતિ ઝડપે આવીને આ રોલર ક્રેશ બેરિયર સાથે અથડાય છે, ત્યારે આ સિસ્ટમ વાહનની સીધી ટક્કરના પ્રચંડ આંચકાને પોતાની તરફ શોષી લે છે. રોલર્સ ગોળ ફરતા હોવાથી, તે વાહનની રેખીય ગતિ ઉર્જાને પરિભ્રમણ ઉર્જામાં રૂપાંતરિત કરે છે. આ વૈજ્ઞાનિક પ્રક્રિયાના કારણે વાહન હાઈવેની બહાર ફેંકાઈ જવાને બદલે અથવા પલટી ખાવાને બદલે રસ્તાની દિશામાં જ આગળ વધીને સ્થિર થઈ જાય છે. પરિણામે, વાહનમાં બેઠેલા મુસાફરો અને વાહનને થતું નુકસાન નહિવત થઈ જાય છે. આ દેશોએ અમલી છે ‘રોલર ક્રેશ બેરિયર’ ટેકનોલોજી વાહનોની ઝડપ અને તીવ્ર વળાંકો વચ્ચે માર્ગ સલામતી સુનિશ્ચિત કરતી આ આધુનિક ટેકનોલોજીની શરૂઆત એશિયા અને પશ્ચિમી દેશોના હાઈ-સ્પીડ એક્સપ્રેસવે તેમજ જોખમી પહાડી વિસ્તારોથી થઈ હતી, જેનો હાલમાં વિશ્વના અનેક દેશોમાં સફળતાપૂર્વક વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ સિસ્ટમનું મૂળ સંશોધન અને સૌપ્રથમ વ્યાપક પાયલોટ ટેસ્ટિંગ દક્ષિણ કોરિયામાં થયું હતું, જ્યાં ડુંગરાળ હાઈવે પર તેના ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત થયા છે. ત્યારબાદ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના અનેક રાજ્યોએ પોતાના વ્યસ્ત એક્સપ્રેસવે અને તીવ્ર વળાંકો વાળા કનેક્ટિંગ ફ્લાયઓવર્સ પર સુરક્ષા માટે આ સિસ્ટમ અપનાવી છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં મલેશિયાએ પોતાના અકસ્માત ઝોન પર આ રોલર્સ લગાવીને મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાવ્યો છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને થાઈલેન્ડ જેવા દેશોએ પણ પોતાના વધુ ગતિ મર્યાદા અને તીવ્ર વળાંકો ધરાવતા ધોરીમાર્ગો પર સામાન્ય બેરિયર હટાવીને આ નવી ટેકનોલોજી ઇન્સ્ટોલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    MLA વસાવાને વધુ એક ઝાટકો, ભરૂચ કોર્ટમાં હાજર થવા આદેશ:પોલીસ તંત્રની છબી ખરડવાના કેસમાં કાર્યવાહી શરૂ, 29 જુલાઈએ પોતાનો પક્ષ રજૂ કરશે
    Next Article
    દીપડાના ફોટાઓ વાયરલ થતાં ગ્રામ્ય પંથકના લોકોમાં ભયનો માહોલ:જામનગરના નવા મોખાણામાં ‘દીપડા’નો પડાવ, રાજમાતા ફાર્મમાંથી તંત્રને સગડ અને મળ મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment