Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીપડાના ફોટાઓ વાયરલ થતાં ગ્રામ્ય પંથકના લોકોમાં ભયનો માહોલ:જામનગરના નવા મોખાણામાં ‘દીપડા’નો પડાવ, રાજમાતા ફાર્મમાંથી તંત્રને સગડ અને મળ મળ્યા

    2 days ago

    જામનગર તાલુકાના નવા મોખાણા ગામની સીમ અને રાજમાતા ફાર્મ (જંગલ વિસ્તાર)માં છેલ્લા સાત દિવસથી એક ખૂંખાર દીપડાએ પડાવ નાખ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક આગેવાન અને તાલુકા પંચાયતના સદસ્યએ દીપડાને નજરે નિહાળતા વનવિભાગને જાણ કરવામાં આવી છે. જેના પગલે ફોરેસ્ટ વિભાગની ટીમો કામે લાગી ગઈ છે. હાલ તો દીપડાથી પંથકમાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. નવા મોખાણા ગામની બાજુમાં જ આવેલા કાંટાળા વિસ્તારમાં દીપડો લાઈટના અજવાળામાં બેઠો હોવાનું ગામના જ અને તાલુકા પંચાયતના સદસ્ય કિશોરભાઈ બોરીચાના ધ્યાને આવ્યું હતું. તેમણે તુરંત જ વનવિભાગ (ફોરેસ્ટ શાખા)ને આ અંગે વાકેફ કર્યા હતા અને નવા મોખાણા સહિત આજુબાજુના ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રહેવા અપીલ કરી હતી. ફોરેસ્ટની ટીમે દીપડાને ટ્રેસ કરવા માટે મંગળવારે સવારથી જ વનવિભાગની ટીમે રાજમાતા ફાર્મના જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં દીપડાના પગના સગડ (પગલાં) અને મળ મળી આવ્યા છે. આ પુરાવાઓના આધારે વનવિભાગનું પ્રાથમિક અનુમાન છે કે દીપડો છેલ્લા સાતેક દિવસથી આ જ વિસ્તારમાં આશ્રય લઈ રહ્યો છે. રાહતની વાત એ છે કે દીપડાએ હજુ સુધી કોઈ પશુનું મારણ કે, રંજાડ કરી નથી. જોકે, દીપડાની ચોક્કસ મૂવમેન્ટ લોકેશન ન મળવાના કારણે ફોરેસ્ટ ટીમ પણ ભારે મથામણ કરી રહી છે. હાલ દીપડાને સપડાવવા માટે કઈ જગ્યાએ પાંજરું ગોઠવવું તે અંગે ફોરેસ્ટ ઓફિસરો દ્વારા વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભુજ-માંડવી હાઈવે પર ‘રોલર ક્રેશ બેરિયર’નો ઉપયોગ:અંબાજી અને સાપુતારાના પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ કચ્છમાં નવીન ટેકનોલોજીનું અમલીકરણ
    Next Article
    Chaitar Vasava in Jail LIVE | ચૈતરને વડોદરા જેલમાં મોકલાયા, ક્યારે છૂટશે? | MLA | AAP | BJP Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment