Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MLA વસાવાને વધુ એક ઝાટકો, ભરૂચ કોર્ટમાં હાજર થવા આદેશ:પોલીસ તંત્રની છબી ખરડવાના કેસમાં કાર્યવાહી શરૂ, 29 જુલાઈએ પોતાનો પક્ષ રજૂ કરશે

    1 day ago

    આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કાનૂની પડકારો વધી રહ્યા છે. વનકર્મીઓ પર હુમલાના કેસમાં સાત વર્ષની સજા બાદ તેઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. હવે પોલીસ તંત્રની છબી ખરડવાના આક્ષેપ સાથે નોંધાયેલા અન્ય એક કેસમાં ભરૂચ કોર્ટે તેમને 29 જુલાઈએ હાજર રહેવાનો આદેશ આપ્યો છે. આ કેસ જુલાઈ 2024 દરમિયાન જાહેર મંચ પરથી ગુજરાત પોલીસ અંગે કરાયેલા વિવાદાસ્પદ નિવેદન સાથે સંબંધિત છે. ફરિયાદીઓના મતે, વસાવાના નિવેદનોથી પોલીસ તંત્રની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું. તે સમયના ભરૂચ જિલ્લા પોલીસ વડાના અહેવાલના આધારે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અગાઉ, તેમને 23 જૂનના રોજ હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેની યોગ્ય બજવણી થઈ ન હતી. જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટ સમક્ષ આ અંગે રજૂઆત કરી હતી. જેના આધારે કોર્ટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની જોગવાઈઓ મુજબ આરોપીને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપતા 29 જુલાઈની નવી તારીખ નક્કી કરી છે. આદિવાસી સમાજમાં મજબૂત જનાધાર ધરાવતા ચૈતર વસાવા પહેલેથી જ સજા ભોગવી રહ્યા છે. ત્યારે હવે વધુ એક કેસમાં કોર્ટની કાર્યવાહી શરૂ થતાં તેમના રાજકીય ભવિષ્ય અને આગામી કાનૂની લડત પર સૌની નજર મંડાયેલી છે. 29 જુલાઈએ તેઓ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરે છે કે કેમ તે જોવું મહત્ત્વનું રહેશે. આ પણ વાંચો MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા, વડોદરા જેલ હવાલે:સેશન્સ કોર્ટનો ચુકાદો, 9 આરોપીઓને સજા+દંડ; પૂર્ણેશ મોદીએ કહ્યું-'સ્ટે નહીં મળે તો ધારાસભ્યપદ જશે' આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડીશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચુકાદો આપ્યો છે.MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને 7 વર્ષની કેદ અને રૂ.25 હજારનોનો દંડ કરવામાં આવ્યો છે. આ નવ આરોપીઓમાં 4 મહિલા અને 5 પુરૂષ આરોપી સામેલ છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતાં ભરૂચ નર્મદાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચૈતર વસાવા અને તેમની પત્નીને વડોદરાની મધ્યસ્થ જેલ ખાતે લાવવામાં આવ્યા છે. બીજી તરફ ચૈતર વસાવા ધારાસભ્યપદ પણ ગુમાવી શકે છે. (સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લીક કરો) આ પણ વાંચો ચૈતર વસાવાને 7 વર્ષની સજા, રાજકારણ ગરમાયું:કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સરકાર પર પ્રહાર કર્યાં, ભાજપના સાંસદ ધવલ પટેલે કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો રાજપીપળા સેશન્સ કોર્ટે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સહિત 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ચુકાદા બાદ કોંગ્રેસના આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલે ચૈતર વસાવાના સમર્થનમાં આવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ન્યાયપાલિકા અને સરકારની ભૂમિકા સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે, "ન્યાયપાલિકાના ચુકાદા અંગે અમને પહેલેથી જ શંકા હતી. ભાજપ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવનાર આદિવાસીઓ પર સતત અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે."(સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લીક કરો) આ પણ વાંચો ચૈતર વસાવાને સજા મુદ્દે હેમંત ખવાની પ્રતિક્રિયા:કહ્યું-આદિવાસી સમાજના હકો માટે લડતા નેતાને રાજકીય રીતે નિશાન બનાવવાનું ષડયંત્ર આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ જામનગર સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે આ કાર્યવાહીને રાજકીય દ્વેષભાવથી પ્રેરિત અને લોકશાહી વિરોધી ગણાવી, સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.(સંપૂર્ણ અહેવાલ માટે અહીં ક્લીક કરો)
    Click here to Read More
    Previous Article
    રાજકોટની આજી નદીમાં પાવડા-તગારા લઈ ઉતર્યા કોંગી કોર્પોરેટર:કહ્યું- મેયર પોતાના વોર્ડમાં જ સફાઈ નથી કરાવી શકતા, તો શહેરની કેવી રીતે કરાવશે?
    Next Article
    ભુજ-માંડવી હાઈવે પર ‘રોલર ક્રેશ બેરિયર’નો ઉપયોગ:અંબાજી અને સાપુતારાના પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ કચ્છમાં નવીન ટેકનોલોજીનું અમલીકરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment