Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી:કમિશનરના આદેશથી જાહેર માર્ગો પરથી દબાણ દૂર કરાયા

    2 days ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 23/06/2026 કલેક્ટર કચેરીથી ડી-માર્ટ સુધીના મુખ્ય વિસ્તારમાં દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ૪૫ ગલ્લા અને 15 કાચા ઝૂંપડા દૂર કરવામાં આવ્યા હતા. શહેરના વિકાસ, રસ્તાઓના વિસ્તરણ અને જાહેર સુવિધાઓ વધારવાના હેતુથી આ અભિયાન સતત ચલાવવામાં આવી રહ્યું છે. દબાણને કારણે રસ્તા પરની અવરજવરમાં અવરોધ ઊભો થતો હતો, તેમજ જાહેર સ્વચ્છતા અને વ્યવસ્થા પર પણ નકારાત્મક અસર પડતી હતી. મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર જગ્યાઓ, ફૂટપાથ અને રસ્તાઓ પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરે. દબાણ કરનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકા શહેરને વધુ સ્વચ્છ, વ્યવસ્થિત અને વિકસિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે.
    Click here to Read More
    Previous Article
    રોડ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકનું મોત:​જૂનાગઢથી આજક પરત ફરતા અકસ્માત, પરિવારમાં શોકનો માહોલ
    Next Article
    ઝાંખરમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો:તાલુકા અને સરકારી માધ્યમિક શાળાનો સંયુક્ત કાર્યક્રમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment