Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદ જિલ્લાના તલાટીઓની પડતર પ્રશ્નો મુદ્દે આંદોલન છેડવાની ચિમકી:સાડા ત્રણ વર્ષથી જોબ ચાર્ટ અલગ કરવા સહિતના પ્રશ્ન ન ઉકેલતા રોષ‎

    5 दिन पहले

    આણંદ જિલ્લાના 250 જેટલા તલાટી કમ મંત્રીઓએ પડતર પ્રશ્નો મુદ્દે આગામી સમયમાં આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી છે. છેલ્લા સાડા ત્રણ વર્ષથી સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ રચવાની વાત કરી લાંબો સમય વિત્યો હોવા છતા વણ ઉકેલ્યા પ્રશ્નો મુદ્દે નિર્ણય લેવામાં ન આવતા તલાટી કમ મંત્રીઓમાં ભારે આક્રોશ ભભૂક્યો છે. મહેસુલી સહિતની તમામ વધારાની કામગીરી બંધ કરવાના નિર્ણય મુદ્દે તલાટી કમ મંત્રીઓનું સંગઠન અડગ છે. વર્ષ 2022 માં વિવિધ માંગણીઓના મુદ્દે રાજ્ય તલાટી મહામંડળ દ્વારા આંદોલન કરાયું હતું. તે સમયે સરકારે કેટલાક મુદ્દાઓ ઉકેલવાની ખાતરી આપી હતી. જેમાં મહેસુલી તલાટી અને તલાટી કમ મંત્રીનો જોબ ચાર્ટ અલગ અલગ કરવાનું નક્કી કરાયુ હતું. તે માટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચવાની જાહેરાત પણ કરાઈ હતી. સમિતિની બે-બે વખત રચના કર્યા બાદ સાડા ત્રણ વર્ષના લાંબા સમય પછી પણ તલાટીઓની સમસ્યા ઉકેલાઈ નથી. જે તે સમયે તલાટીઓની ઘટ પૂર્ણ થતા નવી ભરતી થયા બાદ કામની વહેંચણી અને મહેસુલી તથા અન્ય કામગીરી મુદ્દે નિર્ણય લેવામાં આવશે. પરંતુ તલાટીની નવી નિર્મણૂંકની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. તેમ છતા પંચાયત અને મહેસુલી કામગીરી અલગ અલગ કરવાનો જોબ ચાર્ટ બનાવવામાં આવ્યો નથી. જેથી હવે રાજ્યભરના તમામ તલાટી ક્રમ મંત્રીઓ અગામી સમયમાં મહેસુલી કામગીરી સદંતર બંધ કરવાની વિચારણા કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. મહેસુલી ઉપરાંત વધારાની તમામ કામગીરી બંધ કરવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જેને પગલે પંચાયતીરાજની તમામ કામગીરી ખોરવવાની ભીંતી વ્યક્ત કરાઈ છે. તલાટી મહામંડળની તલાટી કમ મંત્રી, મહેસુલી તલાટી અને ગામ સેવકની કામગીરીની વહેંચણી કરવી, જેનું કામ જે કરે ના સિદ્ધાંતનો કડક અમલ કરાય, તલાટી કેડેર સાથે ઓરમાયુ વર્તન અને ભેદભાવ બંધ થાય, મહેસુલી સહિતની કામગીરી બંધ કરવા માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તાસ્કંદ પેટ્રોલ પંપથી ફાયર બ્રિગેડ સુધીનો સારો રોડ તોડવાનું શરૂ:આણંદમાં 6 મહિના પૂર્વે બનેલો 35 લાખનો રોડ તોડી સવા કરોડનો વ્હાઇટ ટોપિંગ કરાશે
    Next Article
    ત્રિપુટીએ સ્કૂલના મેનેજરને મુંબઇ બોલાવી બતાવેલી બસના બદલે બીજી પધરાવી‎:બોરસદની વાત્સલ્ય ઈન્ટરનેશનલ સ્કૂલને બસ વેચાતી આપવાનું કહી 31 લાખની ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment