Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાસ્કંદ પેટ્રોલ પંપથી ફાયર બ્રિગેડ સુધીનો સારો રોડ તોડવાનું શરૂ:આણંદમાં 6 મહિના પૂર્વે બનેલો 35 લાખનો રોડ તોડી સવા કરોડનો વ્હાઇટ ટોપિંગ કરાશે

    5 days ago

    આણંદ મનપા તંત્રનો અણધડ આયોજનનો વધુ એક નમૂનો સામે આવ્યો છે.ત્યારે શહેરમાં સતત 24 ટ઼ાફીક થઈ ધમધમતા તાસ્કંદ પેટ્રોલ પંપથી ફાયર બ્રિગેડ સુધીના માર્ગ 35 લાખના ખર્ચે 6 મહિના પહેલા નવો બનાવાયો હતો. હવે આ રોડ તોડી 1.25 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ બનાવાશે. ​પ્રાપ્ત વિગતો અનુસાર આણંદના તાસ્કંદ પેટ્રોલ પંપથી ફાયર બ્રિગેડ સુધીનો માર્ગ 6 મહિના પહેલા 35 લાખના ખર્ચે નવો ડામર રોડ બનાવાયો હતો.ત્યારે માર્ગ ઉપર ફાયર બ્રિગેડના બાઉઝરો સરળતાથી પસાર થઇ શકતા હતા.પરંતુ મનપાના સત્તાધિશોએ વ્હાઈટ ટોપિંગ સીસીરોડ તૈયાર કરવાને નામે આણંદ જુના બસ સ્ટેન્ડ થી ગામડીવડ સુધી ,રાજપથ માર્ગ,નવા બસ સ્ટેન્ડ માર્ગ,આણંદ પાયોનિયર હાઇસ્કૂલ થી સ્ટેન્ડ રોડ વિસ્તાર સહિત અન્ય માર્ગ ઉપર નવીનીકરણ કામગીરીઓ હાથ ધરાઈ હતી. જેના પગલે આગામી ચોમાસુ સિઝનમાં વરસાદી પાણીના નિકાલના અભાવે શહેરીજનોને હાલાકીઓનો ભોગ બનવુ પડશે.બીજી તરફ તાસ્કંદ પેટ્રોલ પંપ માર્ગ પર વાહનો હજુ માંડ છ મહિના દોડ્યા ત્યાં જ સત્તાધીશોને અચાનક આ રોડ વ્હાઈટ ટોપિંગ બનાવવાનું જ્ઞાન લાધ્યું છે. પરિણામે,આજે સવારથી જ કરોડોના ખર્ચે બનેલા આ ટકાટક રોડને જેસીબી મશીનો વડે તોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.જ્યારે રોડ સારો જ હતો અને તેના પર વાઈટ ટોપિંગ જ કરવું હતું,તો છ મહિના પહેલાં રૂ. 35 લાખનો ધુમાડો કેમ કરવામાં આવ્યો તે સવાલ ઉભો થયો છે. 500 મીટર દૂર સરદાર ગંજથી લોટેશ્વર સુધીનો માર્ગ બિસ્માર હાલમાં તોડાઇ રહેલા રોડથી 500 મીટર દૂર સરદાર ગંજ બજાર ચાર રસ્તા થી લોટેશ્વર તળાવ સુધીનો માર્ગ બિસ્માર હોવા છતાં તેની મરામત કરાતી નથી કે નવા બનાવાતો હતો. આ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન ન હોવાથી બનાવ્યાના 2 વર્ષમાં જ તૂટી જાય છે. સારા રોડ તોડીને નવા કરવાને બદલે જરૂર હોય તે રોડને પ્રાધાન્ય અપાય તો ખર્ચ લેખે લાગે તેવો સૂર ઉઠયો છે.
    Click here to Read More
    Previous Article
    માર્ગ બિસ્માર અને કાદવવાળો બનતા હાલાકી:કિસાન સોસા.માં પાલિકાની લાઇન ફાટતા પાણીનો વેડફાટ
    Next Article
    આણંદ જિલ્લાના તલાટીઓની પડતર પ્રશ્નો મુદ્દે આંદોલન છેડવાની ચિમકી:સાડા ત્રણ વર્ષથી જોબ ચાર્ટ અલગ કરવા સહિતના પ્રશ્ન ન ઉકેલતા રોષ‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment