Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માર્ગ બિસ્માર અને કાદવવાળો બનતા હાલાકી:કિસાન સોસા.માં પાલિકાની લાઇન ફાટતા પાણીનો વેડફાટ

    5 days ago

    ગોધરા શહેરના હાર્દસમા વિસ્તાર એવી કિસાન સોસાયટીમાં પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી સોસાયટીમાં પીવાના પાણીની મુખ્ય સપ્લાય લાઇન એક સાથે બે મહત્વના સ્થળોએ ફાટી જવાને કારણે હજારો લિટર કિંમતી પાણીનો ધોધમાર વેડફાટ થઇ રહ્યો છે. ગોધરા વડોદરા હાઈવે સેશન કોર્ટ ની સામે કિસાન સોસાયટીમાં પાલિકાની પાણી ની પાઇપલાઇનના ભંગાણને કારણે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આખા રસ્તા પર પાણીના ખાબોચિયા ભરાઇ ગયા છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. ​રહેવાસીઓએ જણાવ્યું કે તેઓએ પાલિકા કચેરીમાં આ અંગે બે વખત લેખિત રજૂઆત કરી હોવા છતાં, તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી. એક તરફ ઉનાળામાં લોકો પાણી માટે તરસતા હોય છે, જ્યારે અહીં ગટરના પાણી સાથે મિક્સ થઇ રહેલું પીવાનું પાણી વેડફાઈ રહ્યું છે. પાલિકાની આ આળસુ અને નિષ્ક્રિય કાર્યપદ્ધતિને લઇને સોસાયટીના રહીશોમાં ભારે રોષ અને ઉગ્ર વિરોધની લાગણી વ્યાપી ગઇ છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે સમારકામ કરવાની અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માગણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Rainfall 43% deficit so far, kharif crops likely to be hit: Government
    Next Article
    તાસ્કંદ પેટ્રોલ પંપથી ફાયર બ્રિગેડ સુધીનો સારો રોડ તોડવાનું શરૂ:આણંદમાં 6 મહિના પૂર્વે બનેલો 35 લાખનો રોડ તોડી સવા કરોડનો વ્હાઇટ ટોપિંગ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment