Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસ્લિમ દંપતીએ મુબારત દ્વારા લીધેલા છુટાછેડાને મંજૂરી:અમદાવાદ ફેમિલી કોર્ટના હુકમને હાઈકોર્ટે રદ કર્યો, ફેમિલી કોર્ટે કાયદેસરની મ્હોર મારવાનો ઈન્કાર કર્યો હતો

    1 सप्ताह पहले

    મુસ્લિમ પર્સનલ લૉ અનુસાર કોઇ મુસ્લિમ દંપતીએ મૌખિક સંમતિથી મુબારત કરાર લીધા હોય ત્યારે ફેમિલી કોર્ટ પક્ષકારોના આ મૌખિક કરાર અને છૂટાછેડાને કાયદેસર સ્વીકારવા અને જાહેર કરવા બંધાયેલી છે. અગાઉ હાઇકોર્ટે આવા જ મુદ્દે આપેલા ચુકાદાનો પુનરોચ્ચાર કરીને અમદાવાદ ફેમિલી કોર્ટના આદેશને રદબાતલ ઠરાવ્યો હતો. જેમાં ફેમિલી કોર્ટે મુસ્લિમ દંપતીએ મુબારતથી લીધેલા છૂટાછેડાને કાયદેસરની મ્હોર મારવાનો ઇનકાર કર્યો હતો. 2015માં લગ્ન થયા બાદ શરિયત મુજબ તલાક આપવામાં આવ્યા હતા આ કેસમાં ફેમિલી કોર્ટના આદેશની સામે હાઇકોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવી હતી. આ કેસના પક્ષકારો મુસ્લિમ છે. તેમના લગ્ન વર્ષ 2015ના રોજ અમદાવાદ ખાતે ઇસ્લામિક શરિયત મુજબ થયા હતા. જો કે મતભેદોને કારણે તેમનું સાથે રહેવું અશક્ય બની ગયું હતું અને પરિણામે મુસ્લિમ શરિયત મુજબ, તલાક આપવામાં આવ્યો હતો અને નોટરાઇઝ્ડ કરવામાં આવ્યો હતો. જુલાઈ ,2024 ના રોજ બે સાક્ષીઓની હાજરીમાં છૂટાછેડાનો દસ્તાવેજ અમલમાં મૂકવામાં આવ્યો હતો. છૂટાછેડાનો દસ્તાવેજ અમલમાં મૂકતા પહેલા પક્ષકારોએ માર્ચ, 2024 માં સમજૂતી દસ્તાવેજ પણ અમલમાં મૂક્યો હતો, જેમાં અપીલકર્તા પતિએ પત્નીના માલસામાન અને માલિકી અંગેના તેમના મુદ્દાનું સમાધાન કર્યું હતું. પત્નીએ ભરણપોષણનો પોતાનો અધિકાર છોડી દીધો હતો. બીજી તરફ સંમતિ મુજબ પુત્ર કાયમી રીતે પત્ની સાથે રહેશે એ નક્કી થયું હતું. વધુમાં અપીલકર્તા પતિએ કાયમી ભરણપોષણ ભવિષ્યના શિક્ષણ ખર્ચ માટે 25 લાખ રૂપિયા આપ્યા હતા. આવા સંજોગોમાં વૈવાહિક દરજ્જા અંગે કોર્ટનું હુકમનામું મેળવવા માટે ફેમિલી કોર્ટના કાયદાની કલમ 7 હેઠળ દાવો કરવામાં આવ્યો હતો. પત્નીએ કોર્ટ સમક્ષ આ દાવો કર્યો હતો. આ સંજોગોમાં, પક્ષકારોને સાંભળ્યા પછી, અમદાવાદના ફેમિલી કોર્ટના જજે આદેશમાં નોંધ્યું હતું કે આ દાવો દાખલ કરવા માટે કાર્યવાહીનું કારણ જાહેર કર્યું નથી. વધુમાં મુસ્લિમ કાયદો લગ્નને અલગ અલગ રીતે વિસર્જિત કરવાની જોગવાઈ કરે છે અને કોર્ટમાં આવ્યા વિના શરિયત કાયદા હેઠળ તલાક દ્વારા કાયદેસર રીતે વિસર્જન કરી શકાય છે. ફેમિલી કોર્ટે એમ પણ ઠરાવ્યું હતું કે મુસ્લિમ કાયદા હેઠળ કાયદેસર રીતે લેવામાં આવેલા તલાકના સંદર્ભમાં માત્ર તલાકની પુષ્ટિ મેળવવા માટે હુકમનામું લેવા ફેમિલી કોર્ટ સમક્ષ આવી શકાય નહીં. ફેમિલી કોર્ટના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી આ આદેશથી નારાજ થઇ પતિએ હાઇકોર્ટમાં ફર્સ્ટ અપીલ દાખલ કરી હતી. જે અપીલને હાઇકોર્ટની બેન્ચે નોંધ્યું હતું કે કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આ કોર્ટનો અભિપ્રાય છે કે ફેમિલી કોર્ટ તરફથી આ ગેરસમજ છે કે ફેમિલી કોર્ટ એક્ટની કલમ 7(1) ના સમજૂતી (b) હેઠળ, પક્ષકારો ઇસ્લામિક કાયદા હેઠળ લેવામાં આવેલા છૂટાછેડાના સમર્થનમાં હુકમનામું મેળવવા માટે મુસ્લિમ દંપતીને ફેમિલી કોર્ટ સમક્ષ આવવાની જરૂર નથી. હાઇકોર્ટની બેન્ચે આ કેસના દંપતીએ મૌખિક પરસ્પર સંમતિથી મુબારત દ્વારા લીધેલા છૂટાછેડાને કાયદેસરનું સમર્થન આપતો આદેશ કરતાં એમ પણ નોંધ્યું છે કે આ કેસમાં અપીલકર્તાએ છૂટાછેડા અંગેનો નિર્ણય લેવા કે એ અંગેની કાયદેસરની કાર્યવાહી કરવા માટેની દાદ માંગી નથી. તેમણે તો ફેમિલી કોર્ટ એક્ટની કલમ 7 હેઠળના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને મુબારત દ્વારા લીધેલા છૂટાછેડાને સમર્થન આપીને તેમની વૈવાહિક સ્થિતિને કાયદેસર જાહેર કરવાની દાદ માંગી હતી. તેથી ફેમિલી કોર્ટનો આદેશ રદ કરવામાં આવે છે અને દંપતીના મુબારતથી લીધેલા છૂટાછેડાને મંજૂરી આપવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    યુરોપના 26 દેશો હીટવેવની ઝપેટમાં:ફ્રાન્સમાં સૌથી ગરમ રાત, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બંધ કરવો પડ્યો; જાહેરમાં દારૂ પીવા પર પ્રતિબંધ મુકાયો
    Next Article
    પ્રભાસ પાટણમાં રાજ્યસભા સાંસદ માનસિંગ પરમારનું સન્માન:વિવિધ સમાજો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment