Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભાસ પાટણમાં રાજ્યસભા સાંસદ માનસિંગ પરમારનું સન્માન:વિવિધ સમાજો અને આગેવાનોએ અભિનંદન પાઠવ્યાં

    1 week ago

    પ્રભાસ પાટણ ખાતે રાજ્યસભાના નવનિયુક્ત બિનહરીફ ચૂંટાયેલા સાંસદ માનસિંગ પરમારનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. આ સમારોહમાં ગામના વિવિધ સમાજો, સામાજિક આગેવાનો, રાજકીય કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રભાસ પાટણ સ્થિત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ માનસિંગ પરમારની રાજકીય કારકિર્દી, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને જાહેરજીવનમાં તેમના યોગદાનને બિરદાવ્યું હતું. વિવિધ સમાજોના પ્રતિનિધિઓએ તેમને શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ અર્પણ કરી અને સન્માનપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાવું એ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર વિસ્તાર અને સમાજ માટે ગૌરવની બાબત છે. તેમણે માનસિંગ પરમારની વર્ષોની સંગઠન અને સમાજ સેવાને આ સિદ્ધિનું કારણ ગણાવી હતી. સન્માન સ્વીકારતા માનસિંગ પરમારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાજ્યસભાના સભ્ય તરીકે તેઓ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રશ્નોને રાષ્ટ્રીય સ્તરે અસરકારક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરશે. તેમણે પ્રભાસ પાટણ અને સમગ્ર વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મોટા કોળીવાડાના પ્રમુખ દિનેશ બામણીયા, સમસ્ત રબારી સમાજના પ્રમુખ ભાવિન શામળા સહિત વિવિધ સમાજોના આગેવાનો, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના અંતે ઉપસ્થિત મહાનુભાવોએ માનસિંગ પરમારને રાજ્યસભાના સભ્ય તરીકેની નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના કાર્યકાળ સફળ તથા જનહિતલક્ષી રહે તેવી કામના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મુસ્લિમ દંપતીએ મુબારત દ્વારા લીધેલા છુટાછેડાને મંજૂરી:અમદાવાદ ફેમિલી કોર્ટના હુકમને હાઈકોર્ટે રદ કર્યો, ફેમિલી કોર્ટે કાયદેસરની મ્હોર મારવાનો ઈન્કાર કર્યો હતો
    Next Article
    'Desperate Bid By Pak To Cover Failings': India Slams Khawaja Asif's Threat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment