Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇચ્છા મૃત્યુની અરજી બાદ સુરત મનપાનો ખુલાસો:"અરજદારે હજુ સુધી કાગળોની પૂર્તતા કરી જ નથી, વારંવાર માર્ગદર્શન આપવા છતાં પ્રક્રિયા અધૂરી"

    17 hours ago

    સૂરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન (ઉધના) અંતર્ગત આવેલા પાંડેસરા બમરોલી વિસ્તારમાં મિલકતો સીલ કરવા તથા તેને નિયમબદ્ધ કરવા અંગે શ્યામ કરણુ ગેહલોત દ્વારા કરવામાં આવેલી રજૂઆત અને ઈચ્છા મૃત્યુની માંગના સંદર્ભમાં સુરત મહાનગર સેવા સદન દ્વારા વિગતવાર સ્પષ્ટતા જાહેર કરવામાં આવી છે. આ વિવાદ પાછળના ટેકનિકલ અને કાયદાકીય તથ્યો સામે રાખવામાં આવ્યા છે. ખૂટતી પૂર્તતાઓ કરવા માટે અરજદારને વારંવાર જાણ કરવામાં આવી હોવાનો દાવો મળતી માહિતી મુજબ, સાઉથ ઝોન (ઉધના)ના પાંડેસરા બમરોલી વિસ્તારમાં આવેલી કુલ 04 (ચાર) મિલકતોને તંત્ર દ્વારા તા. 06/07/2021 ના રોજ સીલ મારવામાં આવ્યું હતું. આ ચાર મિલકતો પૈકીની 01 મિલકતને 'ગુજરાત નિયમિત રજૂઆત અધિનિયમ' ( GRUDA) 2011 હેઠળ નિયમબદ્ધ કરવામાં આવી હતી. આ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થઈ જતાં તંત્ર દ્વારા તા. 23/10/2021 ના રોજ તે મિલકતનું સીલ ખોલી આપવામાં આવ્યું હતું. જ્યારે બાકી રહેલી 3 મિલકતો અંગેનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા તા. 11/02/2025 ના રોજ એક ઓરલ ઓર્ડર (મૌખિક આદેશ) આપવામાં આવ્યો હતો. આ આદેશ અન્વયે, માત્ર મિલકતમાં ફાયર સેફ્ટીના સાધનો મુકવા માટે હંગામી ધોરણે (કામચલાઉ) સીલ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. હાઈકોર્ટના આદેશ અનુસાર ફાયર સેફ્ટીની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ, તંત્ર દ્વારા આ મિલકતોને ફરીથી કાયદા મુજબ બંધ (સીલ) કરી દેવામાં આવી હતી. સૂરત મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, અરજદાર શ્યામ કરણુ ગેહલોત દ્વારા આ ગેરકાયદેસર/બિનઅધિકૃત બાંધકામને 'જીડા 2022' (GRUDA 2022) અન્વયે નિયમબદ્ધ કરવા માટે અરજી કરવામાં આવી છે. જો કે, આ અરજીના સંદર્ભમાં જરૂરી દસ્તાવેજો અને ખૂટતી પૂર્તતાઓ કરવા માટે મહાનગરપાલિકા તરફથી અરજદારને વારંવાર જાણ કરવામાં આવી છે. અરજદાર દ્વારા જરુરી દસ્તાવેજો રજૂ કરાયા નથી- SMC અરજદાર દ્વારા આજદિન સુધી આ કાયદાકીય પ્રક્રિયા માટેની ખૂટતી પૂર્તતાઓ પૂર્ણ કરવામાં આવી નથી. આ ઉપરાંત, ઝોનની કચેરી દ્વારા અરજદારને વારંવાર કચેરી ખાતે બોલાવીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે અને નિયમબદ્ધ કરવા માટેના તમામ સહકાર માટે નિયમાનુસાર જરૂરી દિશા-નિર્દેશો પણ આપવામાં આવ્યા છે. સૂરત મહાનગર સેવા સદન તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વહીવટી તંત્ર નિયમોનુસાર કામ કરવા માટે કટિબદ્ધ છે. જેમ બને તેમ જલ્દી જો અરજદાર દ્વારા આ કેસ સંબંધિત તમામ ખૂટતી પૂર્તતાઓ અને જરૂરી કાગળો રજૂ કરી દેવામાં આવે, તો નિયમોનુસાર આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને બાંધકામને નિયમબદ્ધ કરી શકાશે. પાલિકા તંત્રે આશા વ્યક્ત કરી છે કે કાયદાકીય પૂર્તતા થતાં જ અરજદારના પ્રશ્નનું હકારાત્મક અને કાયદાકીય રીતે યોગ્ય નિરાકરણ લાવી શકાશે. આથી અરજદારે પણ કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપીને વહેલી તકે પૂર્તતા કરવી હિતાવહ છે.
    Click here to Read More
    Previous Article
    સુટકેસમાં ભરેલો 42 કિલો ગાંજો ઝડપાયો:સચીન પોલીસે 21 લાખના ગાંજા સાથે ઓડિશાની ત્રણ મહિલાની ધરપકડ કરી, શ્રમિક વિસ્તારોમાં ચાલતું સપ્લાયનું મોટું નેટવર્ક
    Next Article
    મોરબીમાં મહોરમ પૂર્વે પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:નગર દરવાજાથી દરબારગઢ સુધી 80 પોલીસકર્મીઓની ફ્લેગ માર્ચ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment