Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુટકેસમાં ભરેલો 42 કિલો ગાંજો ઝડપાયો:સચીન પોલીસે 21 લાખના ગાંજા સાથે ઓડિશાની ત્રણ મહિલાની ધરપકડ કરી, શ્રમિક વિસ્તારોમાં ચાલતું સપ્લાયનું મોટું નેટવર્ક

    19 hours ago

    સુરત શહેરના સચીન પારડી કણદે વિસ્તારમાં પોલીસે એક મોટી સક્સેસ મેળવીને નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. સચીન પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે અંબિકાનગરના એક મકાનમાં દરોડો પાડીને ઓડિશાથી મંગાવેલા 21,01,000 રૂપિયાની કિંમતના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 3 મહિલા આરોપીઓની ધરપકડ કરી છે. આ મહિલાઓ ઓડિશાના ગંજામ જિલ્લામાંથી સીધો ગાંજો મંગાવીને સુરતના જાણીતા ઇન્ડસ્ટ્રિયલ અને મજૂર વર્ગ ધરાવતા વિસ્તારોમાં સપ્લાય કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ગાંજા સાથે ઝડપાયેલી ત્રણેય મહિલા ઓડિશાની સચીન પોલીસ સ્ટેશનના પીઆઈ અને તેમની ટીમને મળેલી ગુપ્ત માહિતીના આધારે, અંબિકાનગર, પારડી-કણદે ખાતે આવેલા ઘર નંબર 240 માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન ઘરમાં હાજર 3 મહિલાઓ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ત્રણેય મહિલાઓ મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાના કબીસુર્યનગર તાલુકાના નુઆબેધા સેરી, બનદાદેવી પટના ગામની વતની છે અને હાલ સુરતમાં રહીને નશાનો વેપાર ચલાવતી હતી. પકડાયેલી મહિલાઓમાં 29 વર્ષીય સીતા નરેશ સુરેન્દ્ર દલાઇ, 54 વર્ષીય સુકંતી રામા નાહક, અને 40 વર્ષીય આરતી ક્રુપાસિંધુ લડ્ડકિશોર બરાડનો સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારોમાં સપ્લાયનું નેટવર્ક પોલીસની આકરી પૂછપરછમાં એવો ખુલાસો થયો છે કે આ મહિલાઓ સુરતના સચીન જીઆઈડીસી અને તેની આસપાસના મોટા ઔદ્યોગિક વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી. આ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો અને કારખાનાના મજૂરો કામ કરે છે, જેમને નાની-નાની પડીકીઓ બનાવીને ઊંચા ભાવે આ ગાંજો વેચવામાં આવતો હતો. ઓડિશાથી ટ્રેન કે અન્ય ખાનગી વાહનો મારફતે 3 મોટી સુટકેસોમાં આ જથ્થો સુરત લાવીને અહીં સંગ્રહ કરવામાં આવતો હતો અને ત્યારબાદ તેનું લોકલ ડિસ્ટ્રિબ્યુશન થતું હતું. 21 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત સચીન પોલીસે આ દરોડા દરમિયાન મહિલાઓના કબજામાંથી ગેરકાયદે માદક પદાર્થ ગાંજો કુલ 42.02 કિલોગ્રામ જપ્ત કર્યો છે, જેની બજાર કિંમત રૂપિયા 21,01,000/- જેટલી થાય છે. આ ઉપરાંત, નશાના નેટવર્કમાં ગ્રાહકો અને મુખ્ય સપ્લાયરો સાથે સંપર્ક કરવા માટે વપરાતા 4 નંગ મોબાઈલ ફોન (કિંમત રૂ. 20,000/-), આધારકાર્ડની નકલો 3 નંગ, ઘરનું લાઈટબિલ તેમજ ગાંજો છુપાવીને લાવવા માટે ઉપયોગમાં લેવાયેલી વાદળી, જાંબલી અને ગ્રે કલરની 3 મોટી સુટકેસો તથા 1 લીલા રંગનો થેલો મળીને કુલ રૂપિયા 21,21,000/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    અક્ષયની ફરમાઈશ પર દિશા પટાનીએ ઘરેથી જમવાનું મંગાવ્યું:પિતા એરપોર્ટ પર ટિફિન લઈને પહોંચ્યા, 'વેલકમ ટુ ધ જંગલ'ની કાસ્ટે જ્યાફત માણી
    Next Article
    ઇચ્છા મૃત્યુની અરજી બાદ સુરત મનપાનો ખુલાસો:"અરજદારે હજુ સુધી કાગળોની પૂર્તતા કરી જ નથી, વારંવાર માર્ગદર્શન આપવા છતાં પ્રક્રિયા અધૂરી"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment