Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબાચોક વિસ્તારમાં મહેંદી મુબારક (ફળ વિધિ) યોજાઈ:ઈમામ હુસૈન અલયહિસ્સલામના ભત્રીજાની યાદમાં મહેંદી મુબારક

    17 hours ago

    ભાવનગર શહેરના આંબાચોક વિસ્તારમાં મહેંદી મુબારક ઈમામ હુસૈન અલયહિસ્સલામના આ ભત્રીજાની યાદમાં મનાવવામાં આવે છે. ઈમામ હુસૈનનો કરમ (દયા) તમામ ઇન્સાનો ઉપર છે તેથી ઈમામના દ્વારા કોઈપણ ઇન્સાનોની કોઈપણ મુરાદ (તમન્ના) લઈને આવે છે તે પોતાની મુરાદ પુરી થાય છે. ઈમામ હુસૈન અલયહિસ્સલામના આ ભત્રીજાની યાદમાં મહેંદી મુબારક હઝરત કાસીમ જેઓ હઝરત અલી અલયહિસ્સલામનાં પૌત્ર અને હઝરત ઈમામ હસન અલયહિસ્સલામના દીકરા અને હઝરત ઈમામ હુસૈન અલયહિસ્સલામના ભત્રીજા હતા. આપની વય 13 વર્ષની હતી અને આપની શાદી ઈમામે હુસૈન અલયહિસ્સલામની દીકરી જનાબે કુબરા સલામુલ્લાહ અલયહે સાથે નક્કી થઈ હતી. પરંતુ કરબલાના મેદાનમાં જયારે જનાબે કાસીમે જોયું કે, કાકા ઈમામ હુસૈન અલયહિસ્સલામ ચારે બાજુથી દુશ્મનોમાં ઘેરાઈ ગયા છે તો આપે તે ઝાલીમો સાથે જંગ કરવાનો ફેસલો કર્યો જેના માટે તેમના પિતા ઈમામ હસન અલયહિસ્સલામ એ પણ વસીયત કરી હતી. કે અગર કાકા ઉપર કોઈ મુશ્કેલીનો વખત આવે તો તેમનો સાથ આપજો અને તેમના માટે જાન દેવી પડે તો પણ પાછા ન હટતા. તેથી હઝરતે કાસીમે પોતાના કાકા પાસેથી જંગની રજા લઈને મેદાનમાં ગયા અને પોતાની ખાનદાની બહાદુરીનો રંગ દેખાડયો અને અનેક દુશ્મનોને જહન્નમ વાસીલ કર્યા. પરંતુ દુશ્મનોએ દગા થી તેમને ચારે બાજુથી ઘેરી ને તેમના ઉપર તીરો અને તલવારો ના અનેક વાર કર્યા જેથી તેઓ શહીદ થયા. 'તમારી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમારું કામ પૂરું થશે' ખ્યાતિ સતવારા એ જણાવ્યું હતું કે, હું જાતે હિન્દુ છું પણ અમને અહીંયા દરગાહ કે પીર છે એમાં હુસૈન છે, એમના ઉપર પૂર્ણ શ્રદ્ધા છે અને અમે અહીંયા નજીકના એરિયામાં જ રહેતા હતા, દાણાપીઠ એરિયામાં અમારું ઘર છે અને અમારે ટોટલી અમારા જે પડોસી છે, એ બધા અમારા ટોટલી પડોસી મુસ્લિમ છે તો એ લોકોએ અમને સલાહ આપેલી કે તમારું કંઈ કામ ના થતું હોય તો તમે આ રીતે આવો, ફળ લ્યો અને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમારું કામ પૂરું થશે. અમે એ લોકો ઉપર બીલીવ કર્યું, ઈમામ હુસૈન ઉપર બીલીવ કર્યો અને અમારા કામ થવા લાગ્યા. પછી અમે દૂર ગયા તો મારી ફ્રેન્ડને પણ બહુ પ્રોબ્લેમ હતા એની એન્ગેજમેન્ટ નહોતી થતી, એના ભાઈને નોકરી ધંધો નહોતો, પછી એમની મોટી બહેન છે એમના ઘરે સંતાન નહોતું, તો એ ત્રણ લોકોને અમે લઈ આવ્યા છીએ તો એ ત્રણ લોકોને પણ એના કામ પૂરા કર્યા છે. ઈમામ હુસૈને, એના બદલ અમે દિલથી આભારી છીએ.
    Click here to Read More
    Previous Article
    હારીજના અરીઠામાં દારૂના અડ્ડા બંધ કરાવવા મહિલાઓનો વિરોધ:પોલીસ સ્ટેશન પરિસરમાં સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો, PIને લેખિત રજૂઆત કરી
    Next Article
    Editor's View: મોદી પછી સત્તાનાં સિંહાસને કોણ?:અમિત શાહનો ગેમ પ્લાન NDA 2.0, સંઘ કોને સપોર્ટ કરશે? ભાજપના હિડન એજન્ડા અને વિપક્ષના સફાયાનું ગણિત સમજો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment