Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેંદી મુબારક(ફળ વિધિ) યોજાઈ:કરબલાના શહીદ હઝરત કાસીમ ઇબ્ને ઈમામ હસન અલયહિસ્સલામ નીયાદમાં મહેંદી મુબારક(ફળ વિધિ) યોજાઈ

    11 hours ago

    શહેરના આંબાચોક વિસ્તારમાં મહેંદી મુબારક ઈમામ હુસૈન અલયહિસ્સલામ ના આ ભત્રીજાની યાદમાં મનાવવામાં આવે છે. ઈમામ હુસૈન નો કરમ (દયા) તમામ ઇન્સાનો ઉપર છે તેથી ઈમામના દ્વારા કોઈપણ ઇન્સાનોની કોઈપણ મુરાદ (તમન્ના) લઈને આવે છે તે પોતાની મુરાદ પુરી થાય છે, હઝરત કાસીમ જેઓ હઝરત અલી અલયહિસ્સલામ નાં પૌત્ર અને હઝરત ઈમામ હસન અલયહિસ્સલામના દીકરા અને હઝરત ઈમામ હુસૈન અલયહિસ્સલામના ભત્રીજા હતા. આપની વય 13 વર્ષની હતી અને આપની શાદી ઈમામે હુસૈન અલયહિસ્સલામની દીકરી જનાબે કુબરા સલામુલ્લાહ અલયહે સાથે નક્કી થઈ હતી, પરંતુ કરબલા ના મેદાન માં જયારે જનાબે કાસીમે જોયું કે, કાકા ઈમામ હુસૈન અલયહિસ્સલામ ચારે બાજુ થી દુશ્મનો માં ઘેરાઈ ગયા છે તો આપે તે ઝાલીમો સાથે જંગ કરવાનો ફેસલો કર્યો જેના માટે તેમના પિતા ઈમામ હસન અલયહિસ્સલામ એ પણ વસીયત કરી હતી કે અગર કાકા ઉપર કોઈ મુશ્કેલીનો વખત આવે તો તેમનો સાથ આપજો અને તેમના માટે જાન દેવી પડે તો પણ પાછા ન હટતા. તેથી હઝરતે કાસીમે પોતાના કાકા પાસેથી જંગની રજા લઈને મેદાનમાં ગયા અને પોતાની ખાનદાની બહાદુરીનો રંગ દેખાડયો અને અનેક દુશ્મનોને જહન્નમ વાસીલ કર્યા. પરંતુ દુશ્મનોએ દગા થી તેમને ચારે બાજુથી ઘેરી ને તેમના ઉપર તીરો અને તલવારો ના અનેક વાર કર્યા જેથી તેઓ શહીદ થયા. ખ્યાતિ સતવારા એ જણાવ્યું હતું કે, હું જાતે હિન્દુ છું પણ અમને અહીંયા દરગાહ કે પીર છે એમાં હુસૈન છે, એમના ઉપર પૂર્ણ શ્રદ્ધા છે અને અમે અહીંયા નજીકના એરિયામાં જ રહેતા હતા, દાણાપીઠ એરિયામાં અમારું ઘર છે અને અમારે ટોટલી અમારા જે પડોસી છે, એ બધા અમારા ટોટલી પડોસી મુસ્લિમ છે તો એ લોકોએ અમને સલાહ આપેલી કે તમારું કંઈ કામ ના થતું હોય તો તમે આ રીતે આવો, ફળ લ્યો અને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે તમારું કામ પૂરું થશે. અમે એ લોકો ઉપર બીલીવ કર્યું, ઈમામ હુસૈન ઉપર બીલીવ કર્યો અને અમારા કામ થવા લાગ્યા. પછી અમે દૂર ગયા તો મારી ફ્રેન્ડને પણ બહુ પ્રોબ્લેમ હતા એની એન્ગેજમેન્ટ નહોતી થતી, એના ભાઈને નોકરી ધંધો નહોતો, પછી એમની મોટી બહેન છે એમના ઘરે સંતાન નહોતું, તો એ ત્રણ લોકોને અમે લઈ આવ્યા છીએ તો એ ત્રણ લોકોને પણ એના કામ પૂરા કર્યા છે ઈમામ હુસૈને, એના બદલ અમે દિલથી આભારી છીએ...
    Click here to Read More
    Previous Article
    ગોંડલમાં મેઘરાજાની ધબધબાટી, ઠેર ઠેર પાણી ભરાયા:ડાંગમાં બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, ચોમાસું બે દિવસમાં ગુજરાત પહોંચશે; માછીમારોને ચેતવણી
    Next Article
    લખનઉમાં કોચિંગ સેન્ટરમાં અગ્નિકાંડને પગલે રાજકોટમાં ચેકીંગ:મનપાના ફાયર વિભાગે શહેરના 18 વોર્ડના ટ્યૂશન ક્લાસો પર દરોડા પાડી નોટિસો આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment