Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોંડલમાં મેઘરાજાની ધબધબાટી, ઠેર ઠેર પાણી ભરાયા:ડાંગમાં બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, ચોમાસું બે દિવસમાં ગુજરાત પહોંચશે; માછીમારોને ચેતવણી

    19 hours ago

    દેશમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે મહારાષ્ટ્ર, તેલંગાણા, છત્તીસગઢ અને બિહારના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. મુંબઈમાં પહોંચેલું ચોમાસું આગળ વધ્યા બાદ ગુજરાતમાં પણ 26 જૂનની આસપાસ ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ માટે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે. આજે સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના 17 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગ તાલુકામાં સવા બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ગોંડલમાં પણ મેઘરાજાએ આજે 23 જૂને બપોર બાદ ધબધબાટી બોલાવી છે. પ્રથમ વરસાદે જ ગોંડલ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. અને ઠેર ઠેર પાણી ભરાયા છે. તો ઉમવાળા અંડર બ્રિજમાં મુસાફરો સાથેની એક એસટી બસ પણ ફસાઈ હતી. હવામાન વિભાગે આજે (23 જૂન) દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. બીજી તરફ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. દરિયામાં ઊંચા મોજાં અને પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોએ દરિયો ન ખેડતા સૂચના આપી છે. હાલ રાજ્યમાં તાપમાન 38થી 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વરસાદી માહોલ, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશી અમરેલી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ યથાવત્ રહ્યો છે. આજે જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, માણસા, દુધાળા, નાગેશ્રી સહિત આસપાસના ગામોમાં વરસાદ નોંધાયો હતો. ખાંભા તાલુકાના ડેડાણ, ખડાધાર, શ્યામગઢ, ત્રાકુડા સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદથી ખેતીની કામગીરીને વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો… ચોમાસું 12 દિવસ મોડું મુંબઈ પહોંચ્યું, ભારે વરસાદ ચાલુ વલસાડ-નવસારીમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આજે વહેલી સવારે 4થી 6 વાગ્યાના માત્ર બે કલાકના ગાળામાં જ ઉમરગામ સહિતના વિસ્તારોમાં 17 mm જેટલો વરસાદ ખાબક્યો હતો. તો નવસારી જિલ્લામાં તોફાની પવન સાથે શરૂ થયેલા વરસાદને કારણે જલાલપોર પંથકમાં સવા ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ગયો છે. ગુજરાતના વરસાદની તસવીરો…
    Click here to Read More
    Previous Article
    લખનઉ અગ્નિકાંડમાં 15 લોકોનાં મોત, બિલ્ડિંગ તોડી પાડવામાં આવશે:યુપીના 48 કોચિંગ સેન્ટર સીલ; અખિલેશ યાદવ બોલ્યા- 1 કરોડનું વળતર મળે
    Next Article
    મહેંદી મુબારક(ફળ વિધિ) યોજાઈ:કરબલાના શહીદ હઝરત કાસીમ ઇબ્ને ઈમામ હસન અલયહિસ્સલામ નીયાદમાં મહેંદી મુબારક(ફળ વિધિ) યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment